skip to content

૬૭- વાંકાનેર વિધાનસભા ક્ષેત્રના શ્રેષ્ઠ BLO તરીકે નઈમુદિન પરાસરાની પસંદગી

મતદાતા દિવસ ઉજવણી પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડ અને પ્રાંત અધિકારી વાંકાનેર એ.એચ. શિરેસીયાના વરદહસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.

વાંકાનેર તાલુકાના તીથવા ગામની શ્રી પરવેઝનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને તીથવા-૧ બુથના બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ નિભાવતા શ્રી નઈમુદિન એમ. પરાસરાની ૬૭- વાંકાનેર વિધાનસભાના શ્રેષ્ઠ બી.એલ.ઓ. તરીકે પસંદગી થતા આજરોજ મોરબીની એલ. ઈ.કોલેજના સેમિનાર હોલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના 13 માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડ અને પ્રાંત અધિકારી-વાંકાનેર એ.એચ. શિરેસીયાના વરદહસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ચૂંટણી પંચની સ્થાપનાને અનુલક્ષીને વર્ષ ૨૦૧૧ થી દર વર્ષે ૨૫ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે. આ ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ ‘મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ છે’. આ દિવસે વિવિધ સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરનારના સન્માન કાર્યક્રમ, અવશ્ય મતદાન કરવાના શપથ લેવા, નાટ્ય, વક્તૃત્વ,નિબંધ, ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન થાય છે.

આ સમાચારને શેર કરો