વાંકાનેર: મહિલા મંચ દ્રારા બનાવાયેલા માસ્ક ખરીદો અને સામાજિક કાર્યમાં યોગદાન આપો

વાંકાનેર: આગાખાન સંસ્થા છેલ્લા 10 વર્ષથી વાંકાનેર તાલુકામાં મોટાપાયે કામગીરી કરી રહી છે ત્યારે વાંકાનેરમાં આગાખાન સંસ્થા દ્વારા પ્રેરિત તાલુકા લેવલનુ પ્રગતિ વિકાસ મહિલા મંચ 2010 થી કાર્યરત છે. જેમાં લગભગ 25 જેટલા ગામોના બહેનો જોડાયેલા છે તેઓને કોરોના જેવી મહામારીના સમયમાં મદદરૂપ થવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેમાં મંચની બહેનોને માસ્ક સીવવાની કામગીરી આપી તેમને રોજગારી આપવામાં આવી છે. જેથી બહેનોને આર્થિક મદદ મળી શકે અને તેઓ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે.

આથી આ મંચ હેઠળ મોટા પાયે માસ્કનું ઉત્પાદન કરવામાં આવેલ છે, જેમાં ડબલ્યુએચઓની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને કોટનના ડબલ લેયરવાળા માસ્ક બનાવમાં આવેલ છે. જેમાં એક માસ્કની કિમત 10 રૂપિયા રાખવામા આવેલ છે.તેથી ખરીદવા માટે ઇચ્છુક ઉમેદવાર નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. અને એક સામાજિક કાર્યમાં યોગદાન આપી શકો છો.
હસીનાબેન:9687614896, હાજરાબેન:9724388872

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો