Placeholder canvas

રાજકોટ: શાપરમાં 12 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવતા મામલતદાર…

રાજકોટ: ઔદ્યોગીક વિસ્તાર શાપરની સર્વે નં.517ની સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદે ખડકાયેલા નવ જેટલા દબાણો આજે કોટડાસાંગાણી તાલુકા મામલતદાર ગુમાનસિંહ જાડેજાએ ઓપરેશન ડીમોલેશન હાથ ધરી હટાવેલ હતા. જેના પગલે 12 કરોડની સરકારી જમીન ખુલ્લી થવા પામી છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે, શાપરની સર્વે નં.517ની સરકારી 6 હજાર ચો.મી. જમીન પર 3 પાકા મકાનો, 4 ઝુંપડા તેમજ 1 કારખાનાની દિવાલ પાણીનો ટાંકો અનઅધિકૃત રીતે ખડકી દેવામાં આવી હતી જેને હટાવવા માટે અગાઉ કોટડા સાંગાણી તાલુકા મામલતદાર ગુમાનસિંહ દ્વારા દબાણગ્રસ્તોને નોટીસ ફટકારવામાં આવી હતી.

જે બાદ આજે સવારના મામલતદાર ગુમાનસિંહ જાડેજા અને તેમની ટીમે બે પીએસઆઈ અને 40 પોલીસ કર્મચારીઓના કાફલાના બંદોબસ્ત સાથે ઓપરેશન ડીમોલેશન શરૂ કર્યુ હતું. જેમાં 3 પાકા મકાનો 4 ઝુંપડા અને 1 કારખાનાની દિવાલ અને પાણીનો ટાંકો બુલડોઝરથી તોડી પાડી 12 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.

આ સમાચારને શેર કરો