skip to content

ટંકારા: માત્ર ગાય, ભેંસ માટે નહીં તમામ પશુઓ માટે સહાય જાહેર કરવાની જીવદયા પ્રેમીઓની માંગ

સંવેદનશીલ સરકારની ગૌ શાળા પાંજરાપોળ ટ્રસ્ટ ના ગાય ભેસ વર્ગ ના પશુ ને એક માસ માટે પ્રતિ દિન 25 રૂ ની સહાય. વર્ષોથી આશ્રિત અશ્કત અસહાય પશુ ને પાચયુ પણ નહીં? અસવેદનશિલ જાહેરાતથી જીવદયા પ્રેમી મા ભારો ભાર અસંતોષ.

By Jayesh Bhatasana -Tankara

ટંકારા : સરકારે ગૌ શાળા, પાંજરાપોળ, ટ્રસ્ટના ગાય ભેસ વર્ગના પશુને એક માસ માટે પ્રતિ દિન 25 રૂની સહાય જાહેર કરી છે. આ જાહેરાતથી જીવદયા પ્રેમીમા ભારો ભાર અસંતોષ જોવા મળી રહ્યો છે. ગૌ શાળા- પાંજરાપોળમાં વર્ષોથી આશ્રિત ધેટા, બકરા, ઘોડા, ગધેડા અને ઉટને શું ઘાસચારો જોતો નથી? શું પાંજરાપોળ ગૌશાળા આવા જીવ ની બાદબાકી કરે છે? તો પછી પરિપત્રમાં ગાય અને ભેંસ જ શા માટે સમાવવામાં આવ્યા છે તો કચવાટ જીવદયાપ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે.

સરકારે ગૌ શાળા પાંજરાપોળ માં વર્ષોથી આશ્રિત ધેટા બકરા ઘોડા ગધેડા ઉટં ને શું ઘાસચારો જોતો નથી? શું પાંજરાપોળ ગૌશાળા આવા જીવ ની બાદબાકી કરે છે? તો પછી પરિપત્રમાં ગાય અને ભેંસ વર્ગ શા માટે પરિપત્ર મા તાત્કાલિક આ બાબત ધ્યાનમાં રાખી યોગ્ય કરવાની માંગ

કોરોનાવાયરસ ની મહામારીને પગલે સરકારે સંવેદના રાખી રાજ્યની તમામ રજીસ્ટર ગૌશાળા અને પાંજરાપોળ ને આર્થિક સંકટનો થાય એવા ઉમદા હેતુથી ગાય અને ભેંસ વર્ગના પશુને પ્રતિદિન પશુ દિઠ રૂપિયા 25 આપવાનો નિર્ણય કર્યો હોય જેના પરિપત્રમાં ટ્રસ્ટમાં વર્ષોથી આશ્રિત બનેલા અન્ય પશુ જેવા કે ઘેટા બકરા ઘોડા ઉટં ગધેડા જેવા પશુ નો સમાવેશ ન કરતા માત્ર ગાય અને ભેંસ વર્ગના નો સમાવેશ કરતા જીવ દયા પ્રેમી મા ભારે રોષ સાથે નારાજગી ફેલાઈ છે. સાથે એ પણ સવાલ ઉભો થયો છે કે શું સંસ્થા અન્ય પશુઓને ઘાસચારો કે નિભાવ મા અંતર રાખે છે તો પછી પરીપત્ર મા અંતર શા માટે? સંવેદનશીલ સરકાર આ બાબતે પરિપત્ર માં ફરી ફેરફાર કરી તમામ નોંધાયેલા આ લાભ આપવાની માંગ ઉઠી છે

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના અછત મેનયુલ માં સ્પષ્ટ કર્યા મુજબ ગૌશાળા પાંજરાપોળ ના ટ્રસ્ટ ના રજીસ્ટ્રાર મા નોંધાયેલા તમામ જીવોને સહાય મળવા પાત્ર હોવાનું સ્પષ્ટ લખ્યું હોય. જેની સામે આ કોરોના સંદૃભે સરકાર જે સહાય આપવાની સંવેદના બતાવે છે એ પરિપત્ર માં માત્ર ગાય અને ભેંસ વર્ગના પશુ જ કેમ? છેલ્લા ત્રણેક વર્ષ થી ગૌ શાળા પાંજરાપોળ ની હાલત દયનીય બનતી જાય છે જ્યારે સંસ્થા ના પ્રતિનિધિ કાયમી ધોરણે સરકાર તરફથી સહાય મળવી જોઈએ ની માંગણી કરી રહ્યા છે એ સમયે સરકારે ધ્યાનચુકથી ફક્ત ગાય અને ભેંસ વર્ગ ને જ સહાય આપવા નો જે પરીપત્ર બહાર પાડેલ છે તેમા અબોલજીવ પત્યે કરૂણા દાખવી દયા દાખવી નોંધાયેલ તમામે તમામ જીવો પ્રત્યે સરકાર પોતાની સંવેદના અને કરૂણા દાખવે એવી અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિ ની નમ્ર વિનંતી કરી છે.જેનુ મુખ્યમંત્રી શ્રી જાતે રસ દાખવી લાગતા વળગતા વિભાગ ને ધટતુ કરે.

આ સમાચારને શેર કરો