skip to content

માણાવદર:૩૭૫ જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડતી શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ

હાલમાં કોરોના મહામારીના આક્રમણ સામે લડવા માટે સમગ્ર દેશ લોકડાઉન છે ત્યારે રોજીંદો વ્યવહાર ચલાવતા અનેક ગરીબો માટે ભોજન દુસ્કર બન્યું છે.

By Kalpesh mashru-manavadar

આવા કપરા સમય માં શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ – માણાવદરએ પોતાની સેવાપ્રવૃતી વેગવંતી બનાવી છે. સ્થાનિક પ્રસાસનની રજામંદી તેમજ દેખરેખ હેઠળ માણાવદર શહેર તેમજ નજીકનાં ગામોમાં આશરે ૩૭૫ જેટલા જરૂરિયાતમંદોને ભોજન આ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવે છે. ગરમા ગરમ શાક, રોટલી અથવા પુરી, ખીચડી, છાસ, સલાડ સહિતનું મેનુ પુરી લાગણીથી જમાડવામાં આવે છે.

શહેર નાં બાગ દરવાજા પુલ પાસે ના લુહારોયાઓ, કોળી સમાજમાં આશ્રય પામેલા રાજસ્થાનીઓ, લક્ષ્મી નગર તેમજ હીરો શોરૂમ પાછળના ભાગે આવેલ સલ્મ વિસ્તાર, સરકારી દવાખાને, કોયલાણા રોડ પર આવેલ ઇલાસરી ધાર પાસેનો વિસ્તાર, બાંટવા રોડ પર સલ્મ વિસ્તાર તેમજ શેરડી ગામે પણ માણસોને ભોજન આપવા માટે ટ્રસ્ટના પોતાના વાહન દ્વારા સતત જહેમત ઉઠાવવામાં આવે છે.

આ ઉપરાંત દરરોજ આશરે ૧૫૦ જેટલા શહેરના કાયમી જરૂરિયાતમંદો તેમજ દવાખાનાના દર્દીઓ ને તો ભોજન અપાય જ છે. આ સંસ્થા દ્વારા નિઃશુલ્ક દવાખાનું તેમજ તબીબી સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વળી દરરોજ પક્ષી-કુતરાઓને રોટલી નાખવાનો નિત્યક્રમ તો ખરો જ. માણાવદરમાં શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ એ ઉમદા સેવાભાવી સંસ્થા તરીકે ખૂબ ખ્યાતિ પામેલી સંસ્થા છે.

આ સંસ્થાની પ્રવૃત્તિ માટે તેના ટ્રસ્ટીઓ શ્રી ગીરીશભાઈ સોમૈયા, ભનુભાઈ બારીયા, નિમિશભાઈ રાવલ, દિપક રાજા, જગદીશભાઈ, જાનીભાઈ, હિમાંશુભાઈ મશરૂ, સંજય ચૌહાણ વગેરે તેમજ સ્વયંસેવકો પ્રમુખ શ્રી વિજયભાઈ મશરૂની રાહબરી હેઠળ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રમુખ શ્રી વિજયભાઈ મશરૂ ને સંસ્થાના ખર્ચ બાબતે પૂછતાં જણાવેલ કે લોકો અમારો સેવાયજ્ઞ જોઈને જેને યથાશક્તિ દાન આપવાની ઈચ્છા થાય છે તે સહર્ષ સ્વીકારીએ છીએ. લોકફાળો ચેક, રોકડ કે RTGS મારફત સ્વીકારવામાં આવે છે. આ સંસ્થાનો પારદર્શકતા જોઈ કોઈને પણ ફાળો આપવાની સહજ ઈચ્છા થાય એવી ઉમદા સંસ્થા માણાવદર ખાતે કાર્યરત છે.

કોરોના મહામારી દરમ્યાન ભોજન માટે આ સંસ્થાની પ્રવૃત્તિ થી પ્રભાવિત થઈ બાગ દરવાજા હોળી સમિતિના કાર્યકરો શ્રી હિતેશભાઈ ધાણા વાળા, કપિલ ભીમણી, ઘનશ્યામભાઈ, મયુરભાઈ વગેરે પણ રસોઈ બનાવવા તેમજ વિતરણમાં સતત મદદરૂપ રહે છે. આ તકે ટ્રસ્ટના પ્રમુખશ્રી વિજયભાઈ મશરૂ દ્વારા હોળી સમિતિનો આભાર વ્યક્ત કરતા જણાવાયું છે કે આવી કપરી પરિસ્થિતિમાં જો એકબીજાંને અનુરૂપ સહયોગ થી કામ કરવામાં આવે તો દેશ કોઈપણ પરિસ્થિતિનો સામનો સહજતાથી કરી શકે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1qbExReKZ94dUC0AhI65L

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો