જામનગરમાં રાજ્યમાં સૌથી નાની ઉંમરના કોરોના પોઝિટીવ દર્દીનું મોત.
જામનગરનો પ્રથમ કોરોના કેસ કે જે એક 14 માસનું બાળક જે ૫ તારીખે એડમિટ થયેલ હતું, તેનું આજે ૭ તારીખે રાત્રે ૮:૦૦ વાગ્યે અવસાન થયેલ છે. બાળકનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલ્યોર, હાર્ટ અને કિડનીના ફેઈલ થવાના કારણે થયેલ છે. બાળક જયારથી એડમિટ થયું ત્યારથી અત્યાર સુધી વેન્ટિલેટર પર જ હતું. દાખલ થયેલ ત્યારથી સ્થિતિ નાજૂક હતી, ડોક્ટર્સ દ્વારા તેમને બચાવવાના તમામ પ્રયાસો થયા, પરંતુ તેમના હાર્ટ અને કિડની પર પહેલેથી જ અસર હતી. લગભગ એક દિવસથી બાળકની પરિસ્થિતિ વધુ ગંભીર થવાથી આજરોજ બાળકનું અવસાન થયેલ છે.
સુરતમાં પણ કોરોનાના કારણે થયા મોત
સુરતમાં કોરોનાના કારણે વધુ 2 દર્દીના મોત થયા છે. આમ સુરતમાં કોરોનાથી મૃત્યુઆંક 4 સુધી પહોંચી ગયો છે. રાંદેરના 52 વર્ષીય અહેસાન ખાન નામની વ્યકિતનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. તો આ ઉપરાંત 65 વર્ષીય બેગમપુરાના રમેશચંદ્ર રાણા નામના દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે સુરતમાં વધુ 3 નવા કેસ નોંધાયા છે. જેમાં રાંદેરના 67 વર્ષીય ઝુબેદા પટેલ, 40 વર્ષીય સાજિદ અન્સારી તેમજ 42 વર્ષીય ઝીનત કુરેશીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેથી સુરત શહેર અને જિલ્લાના મળીને કુલ 22 કેસ નોંધાય ચુક્યા છે..
પાટણના દર્દીનું કોરોનાના કારણે મોત
પાટણના એક દર્દી કે, જે કોરોના પોઝિટીવ હતો, આ 45 વર્ષિય દર્દીનું આજે મોત થયું છે. આ કોરોના પોઝિટીવ દર્દીનું ધારપુર સિવિલમાં મોત થયું છે.
રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યાંક થયો 16
રાજ્યમાં કોરોના પોઝિટીવની જે રીતે સંખ્યા વધી રહી છે, ત્યારે તેની સામે આ વાયરસના કારણે મોતની સંખ્યામાં પણ વધારો થઈ છે. ત્યારે આજે જામનગરમાં સૌથી નાની ઉંમરના બાળકનું પણ મોતની ખબર તાજેતરમાં આવી રહી છે. આ સાથે જ આજે સુરતમાં પણ બે દર્દીઓના મોત થયેલ છે. તો વળી પાટણમાં પણ એક દર્દીનું મોત કોરોનાના કારણે થયુ હોવાનું સામે આવ્યું હતું. તે ઘડીએ રાજ્યમાં કુલ મૃત્યાંક 15 હતો, જ્યારે હવે જામનગરમાં બાળકના મોત બાદ હવે રાજ્યમાં કુલ મોતનો આંક 16 થયો છે. સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 175 થઈ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/H1qbExReKZ94dUC0AhI65L
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…