ટંકારા:રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરી દેવામાં આવેલ ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાની માંગ

By Jayesh Bhatasna -Tankara

રાજ્ય સરકારના પરીપત્રથી રદ કરી દીધેલ પરીક્ષાના વિરોધમાં ઉમેદવારો અને વાલીઓએ મામલતદરને આપ્યુ આવેદન સરકાર ને યુવાનો ની વેદના સાંભળીને તાત્કાલિક ન્યાય આપવા કરી માંગ

ટંકારા તાલુકાના નવયુવાનો, વિધાર્થીઓ, વાલીઓ આજે મામલતદાર કચેરી ખાતે રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરી દેવામાં આવેલ ભરતી પ્રક્રિયા તાત્કાલિક કરવા માટે લેખીત આકડા સાથે આવેદન પત્ર પાઠવી સરકાર ના જી આર ની આટીધુટી ઉકેલી યુવાનોના હિતમાં નિર્ણય લેવા ગુહાર લગાવી હતી.

આ તકે નાયબ મામલતદાર એમ જે પટેલ ને અતુલ ઢેઢી. પ્રહલાદ ચૌધરી. ધવલ ગઢવી. વિપુલ કુઢીયા. જનકસિંહ ઝાલા. ભુપત મુછાળા. રતિલાલ સંધાણી. અને ગંગારામ સંધાણી હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો