લોક વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલનું એક લોકઉપયોગી કદમ કોરોના સે ડરોના લોકજાગૃતિ અભિયાનના શ્રીગણેશ

By: શરદ એમ.રાવલ -હડિયાણા.

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા લોકોને કોરોના વિશે સાચી માહિતી મેળે, કોરોનાથી દુર રહેવાનાં તકેદારીનાં પગલાં, કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા યોગ અને આયુર્વેદિક શાસ્ત્રમાં રહેલ ઉપાયો વગેરે હેતુને ધ્યાનમાં લઈ ધ્રોલ તાલુકાના ૪૨ ગામનાં આંગણવાડી કાર્યકરો માટે કોરોના સે ડરોનાં લોકજાગૃતિ અભિયાન અંતર્ગત ‘હમ હોંગે કામયાબ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં કોરોના વાઇરસની માહીતી, કોરોના વાઇરસ સામે સ્થાનિક કક્ષાએ ક્યાં પ્રકારની તકેદારી લેવી? તે અંગેની પ્રાયોગિક માહિતી કેન્દ્રનાં ડો.સંજય પંડ્યા દ્વારા આપવામાં આવી. કોરોના વાઇરસ સામે રોગ પ્રતિકારકશક્તિનું મહત્વ ખુબ જ છે તો આ શક્તિ વધારવા ક્યાં-ક્યા પ્રકારના યોગ કરવા તેની વિષદ છણાવટ કરવામાં આવી.

આ ઉપરાંત આયુર્વેદિક શાસ્ત્રમાં રહેલી ઔષધીનો ઉકાળો કઈ રીતે ઉપયોગી બની શકે અને તેને કઈ રીતે બનાવી શકાય તેની માહિતી આપવામાં આવી. કાર્યક્રમ અતીલોક્પયોગી છે માટે રસ ધરાવનાર આમજનતા-શાળા-કોલેજ-મંડળ-કોલોની-ટાઉનશીપ-ગામ આ કાર્યક્રમનો લાભ પોતાના વિસ્તારમાં આપવા વિજ્ઞાનકેન્દ્ર (૯૪૯૯૫૬૪૪૮૧), ડો.સંજય પંડ્યા (૯૯૭૯૨૪૧૧૦૦)નો સંપર્ક કરી શકો છો. તેવો અનુરોધ સંસ્થાના ચેરમેનશ્રી હરસુખભાઈ મહેતાએ કરેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો