Placeholder canvas

મોરબીમાં ૨૯ દિવસની અંદર સીલિકોસિસના કારણે ત્રીજું મોત

મોરબીમાં સીલિકોસિસના કારણે છેલ્લા ૨૯ દિવસની અંદર ત્રણના મોત થયા છે. પણ જવાબદાર તંત્ર આ દિશામાં કોઈ નક્કર કામગીરી હાથ ધરી નથી. સીલીકોસીસ હજી કેટલાનો ભોગ લેશે ? ૫/૨/૨૦૨૪ એ રાજુભાઈ, ૨૬/૨/૨૦૨૪ એ હરજીભાઈ અને ૦૪/૦૩/૩૦૨૪ ના રોજ ઉમેશભાઈનું સિલિકોસીસીથી મૃત્યું થયું, ૩ અવસાન વચ્ચેનો સમય ગાળો માત્ર ૨૯ દિવસ! ચાલો તો જાણીએ તો શું છે આ મામલો….

ઉમેશભાઈ ગુપ્તા મૂળ બિહારના સિવાન જિલ્લાના હુસેપુર ગામના વતની હતા. તેઓ ગુજરાતમાં પોતાના અને પરિવારના વિકાસ માટે આવેલ પણ એમને ક્યાં ખબર હતી કે આ વીકાસ યાત્રા મ્રુત્યુમાં પરીણમશે? જે બચત કરી હતી. તે પણ બીમારીમાં વપરાઈ ગઈ પણ સાજા ન થયા તે ન જ થયા. જ્યારે ખબર પડી કે આ બીમારીની કોઈ સારવાર નથી, ત્યાં સુધીમાં લાખો રૂપિયાનો ખર્ચો એમના પરિવારે કર્યો હતો. બચત તો ગઈ સાથે ઘરની આર્થિક પરિસ્થિતિ કથળી થઈ ગઈ. એમણે ૧૯૯૧થી લઈને ૨૦૨૦ સુધી ગૂજરાતમાં થાન અને મોરબીની અલગ અલગ સિરામિક યુનીટમાં એક ભરાઈ કારીગર તરીકે કામ કર્યું હતું. આ ભરાઈની કામગીરી દરમ્યાન સિલિકાના બારીક રજકણો એમના ફેફસા સુધી પહોંચી ગયા અને એમને સિલિકોસિસ થયો. ઉમેશભાઈની પીટીઆરસી સંસ્થાના કાર્યકર સાથે મુલાકાત થઈ ત્યાર એમણે દુઃખ જાહેર કરતા કહ્યું કે મેં આટલા વર્ષ અલગ અલગ જગ્યાએ કામ કર્યું, નવા કામદારોને ભરાઈ કામ શિખવાડ્યું પણ મને ખબર જ ન હતી કે આ કામ આટલું જોખમી કામ છે મને આજ સુધી કોઈ દ્વારા આ કામની કારણે મને આવી બીમારી થશે એવે માહીતી જ ન આપી., “જો કોઈ એ જાણ કરી હોત તો હું કામ જ ન કરત”.

વધુ માં તેમણે કીધુ કે મેં આટલા વર્ષ કામ કર્યું પણ મારી પાસે કોઈ આઈ કાર્ડ નથી કોઈ પણ કંપનીએ મને કોઈ પુરાવો ન આપ્યો કે મેં આટલા વર્ષ અહી કામ કર્યું. ના તો ઈ.એસ. આઈ કે પગાર સ્લીપ આપવામાં આવી. ગુજરાતમાં તો શોષણ જ છે અમે ગુજરાત બહાર સાઉથ બાજુ અને અન્ય થોડા સમયે કામ કર્યું ત્યાં થોડી સુવિધાઓ હતી અહીં તો કંઈ છે જ નહિ. હવે ઉમેશભાઇના વળતરનું શું?

ઉમેશભાઈને PTRC સંસ્થા દ્વારા થતી મદદ કરવામાં આવી હતી, એમને ઓકસીજન કન્સટ્રેટર તથા નેબ્યુલાઇઝર મશીન આપવામાં આવ્યું હતું. ત્યારે એમણે કીધું હતું કે મારી જેમ ઘણાં કામદારો જેમને ગુજરાતમાં તકલીફ થાય છે કામ કરી શકવાની ક્ષમતા ગુમાવી બેસે છે ત્યારે એમને કંપની તરફથી કોઇ મદદ મળતી નથી. મજબૂરીમાં પોતાના ગામ ચાલ્યા જવું પડે છે અને ત્યાં અવસાન થાય છે. કોઈને ખબર જ નથી પડતી કે આ એમણે જે કામ કર્યું તેના કારણે આવી હાલત થઈ. આમ જ ચાલતું આવ્યું છે. અહીં કોઈ કામદારો માટે કોઈ યુનિયન પણ નથી કે તેમની સલામતી માટે સુરક્ષા માટે લડે, હાલ તેઓ નથી રહ્યા પરંતુ એમને કિધેલ વાત પર ધ્યાન આપવા જેવી છે.

અફસોસ, કે વધુ ૩ સીલિકોસિસ પીડિતના મોત ૩૦ દિવસમાં થઈ ગયા અને મોરબીમાં હાલ અન્ય ઘણાં કામદારો સીલિકોસિસથી પીડાઇ રહ્યા છે. જે કામદાર મોરબીને વિશ્વભરમાં સિરામિક સિટીની ઓળખ આપી રહ્યા છે એમને સુરક્ષા આપવા વિશે ક્યારે કોઈ વિચારશે ?

આ સમાચારને શેર કરો