Placeholder canvas

શિવરાત્રીના ઋષિ બોધોત્સવ કાર્યક્રમ અડધા દિવસની ઉજવણી કરવામાં આવશે.

સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં દિલ્હીથી આવતા 80 બાઈક સવારને સન્માનિત કરી વિવિધ કાર્યક્રમો યોજાશે.

દર વર્ષે મહાશિવરાત્રિ દરમિયાન ટંકારા ખાતે યોજાતો ત્રિદિવસીય બોધોત્સવ આ વર્ષે શિવરાત્રીના દીને બપોર સુધી ઉજવણી કરવામાં આવશે. દ્રિશતાપદી મહોત્સવની ઉજવણી અંતર્ગત આ વર્ષે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ નહી યોજાઈ ગુરૂકુલ અને આર્ય સમાજ સંયુક્ત ઉપક્રમે સ્થાનિક કક્ષાએ કાર્યકમ યોજાશે.

મહાશિવરાત્રિના દિને વૈદિકધર્મના પ્રચારક આર્ય સમાજના સ્થાપક વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક ઝંડાધારી મહર્ષિ દયાનંદ સરસ્વતી (મુળશંકર ને જ્ઞાન પ્રાપ્ત થયા નું માની) શિવરાત્રીને ૠષિની બોધ રાત્રી ગણી ટંકારા ત્રિદિવસીય બોધોત્સવ ઉજવે છે આ માટે અંદાજે દેશભરમાંથી જુદા જુદા રાજયોમાંથી હજારો જેટલા આર્યસમાજીઓ ટંકારા ખાતે પધારતા હોય છે પરંતુ થોડા દિવસ પહેલાં જ સ્વામીજી ના 200 મા જન્મોત્સવની ઉજવણી ભવ્યાતિભવ્ય થઈ હતી અને ખુબ મોટી સંખ્યામાં આર્ય જગતના માનનારા ટંકારા પધાર્યા હતા જેને કારણે આ વર્ષે શિવરાત્રીના દિવસે સવારે ઓમ ધ્વજા રોહણ અને ચતુર્વેદી યજ્ઞની પૂર્ણાહુતિ અને ભોજનશાળા ખુલ્લી મુકી પ્રવચન ઈતિયાદી બપોર સુધી નો કાર્યક્રમ કરવાનું સ્થાનિક કમિટી એ આયોજન કર્યું હતું. ઉપરાંત દિલ્હી થી બાઈક ઉપર આવી રહેલા 80 જેટલા આર્યવીરોને આ દિવસે આવકારી એમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.

આ સમાચારને શેર કરો