Placeholder canvas

વાંકાનેર: ચંદ્રપુર પાસે ટ્રેક્ટરમાં બ્રેક મારતા યુવાન ટ્રેક્ટરમાંથી પડી જતા મોત

By શાહરૂખ ચૌહાણ
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ નજીક બમ્પ આવતા ટ્રેક્ટરચાલકે જોરદાર બ્રેક મારતા ટ્રેક્ટરમાં બેસેલ યુવાનનું પડી જતા ગંભીર ઈજા થતા યુવાનનું મોત થયું છે જે બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી તપાસ ચલાવી છે

વાંકાનેરના વરડૂસર ગામના રહેવાસી બચુભાઈ રામશીભાઈ ધેણોજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટ્રેક્ટર જીજે ૩૬ એલ ૯૫૭૬ ના ચાલક હિતેન્દ્ર પ્રવીણભાઈ જાદવ તેનું ટ્રેક્ટર પુરઝડપે ચલાવી ચંદ્રપુર ગામ નજીક સર્વિસ રોડ પર ચલાવી જતો હોય અને બમ્પ આવતા જોરદાર બ્રેક મારી હતી જેથી ટ્રેક્ટરના પંખા પર બેઠેલ ફરિયાદીના દીકરા ભરત બચુભાઈ ધેણોજા ટ્રેક્ટરમાંથી પડી જતા યુવાનને ગંભીર ઈજા થતા વાંકાનેર સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં યુવાનનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે ટ્રેક્ટરચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી રહયા છે.

આ સમાચારને શેર કરો