Placeholder canvas

વાંકાનેર: અદેપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શકુનિઓ ઝડપાયા

By શાહરૂખ ચૌહાણ
વાંકાનેર તાલુકાના અદેપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોય જે બાતમીને પગલે પોલીસે દરોડો કરીને જુગાર રમતા ચાર શકુનીઓને ઝડપી લીધા છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે અદેપર ગામે ખોડીયાર માતાજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા દુદાભાઈ જીવાભાઈ ડાભી રહે અદેપર, વનાભાઈ ગેલાભાઈ મેર રહે સતાપર, અજયભાઈ ઉર્ફે બકરી નાથાભાઈ રોજાસરા રહે અદેપર અને સંજય ઉર્ફે દલો નરશીભાઈ મકવાણા રહે નાળીયેરી તા. ચોટીલા એમ ચાર જુગારીઓને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૫૨૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો