Placeholder canvas

મીતાણા પાસે સ્વીફ્ટ કારનું અકસ્માત,બે મિત્રોના મોત, બે સીરીયસ.

મોરબી રાજકોટ હાઈવે અકસ્માત જોન બની ગયો છે, આજે વહેલી સવારના ફરી ગમ્ખવાર અકસ્માત સર્જાયો જેમાં રાજકોટથી ગરબી જોઇને મોરબી આવતા ચાર મિત્રોને અકસ્માત નડ્યો હતો જેમાં ૨ ના મૃત્યુ નીપજ્યા હતા તો ૨ ની સારવાર ચાલી રહી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી

મળેલી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઈવે પર આવેલ મીતાણા ગામના ઓવરબ્રીજ સાથે વહેલી સવારના એક સ્વીફટ કાર જીજે ૦૩ ઈઆર ૪૨૦૦ ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી જેમાં સવાર મોરબીના નવી પીપળી ગામે રહેતા જય જીતેન્દ્રભાઈ ચાવડા (ઉ.૨૬) નું ધટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું તો મોરબીના ત્રાજપરના રહેવાસી રોહિતભાઈ ડાયાભાઇ કોળી (ઉ.૧૭), રૂપેશભાઈ મનજીભાઈ ધોળકિયા (ઉ.૧૮) અને ત્રાજપરના રહેવાસી ગોપાલભાઈ અગેચાણીયાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોય જ્યાં રોહિતભાઈ કોળીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતો રૂપેશભાઈ ધોળકીયા અને ગોપાલભાઈ અગેચાણીયાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો