Placeholder canvas

વાંકાનેર: ધારાસભ્ય પીરઝાદા સહિત 5ને એટ્રોસીટી કેસમાં કોર્ટે મુક્ત કર્યા.

વાંકાનેર તાલુકા પંચાયત કચેરીએ રજૂઆત કરવા ગયેલ ટોળાએ સરકારી કચેરીમાં તોડફોડ કરી નુકશાન કરી તાલુકા વિકાસ અધિકારીને જાતી પ્રત્યે અપમાનિત કરી ફરજમાં રૂકાવટ કરતા ફરિયાદ નોંધાય હતી. જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે તોડફોડ કેસમાં ધારાસભ્ય સહિતના પાંચને મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

મળેલ વિગત મુજબ તા.27/08/2012ના રોજ તાલુકા પંચાયત કચેરી, ટીડીઓ ઓફીસ અને આઈ.આર.ડી ઓફીસ વાંકાનેર ખાતે તીથવા ગામની પાણીની પાઈપ લાઈનનું પેમેન્ટ મંજુર ન કરતા હોવાનું કહીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તાલુકા વિકાસ અધિકારીની ફરજમાં રૂકાવટ કરી જાતી પ્રત્યે અપમાનિત કર્યા હતા અને સરકારી કચેરીમાં પંખા, ટ્યુબલાઈટ, બારીના કાચ ફોડી સરકારી કચેરીનું નુકશાન કરવામાં આવ્યું હતું.

જે કેસ મોરબીના બીજા અધિક સેસન્સ જજ સાહેબની (સ્પે.એટ્રોસિટી કોર્ટ)માં ચાલી જતા આજે કોર્ટે આરોપી તરફેના વકીલ અનીલ દેસાઈ અને તેજસ દોશીની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી તે વખતના તીથવા ગામના સરપંચ મહમદ જલાલ શેખ, યુનુસ જીવા શેરશીયા, અબ્દુલ વલીમામદ ચૌધરી, જલાલ જીવા પટેલ અને વાંકાનેર ધારાસભ્ય મહમદ જાવીદ પીરઝાદા એમ પાંચ આરોપીને કોર્ટે મુક્ત કરવાનો આદેશ કર્યો છે.

જુવો વિડીયો….

આ સમાચારને શેર કરો