skip to content

ગાળો બોલવાની ના પાડતા મામલો બિચકયો: બે પરીવાર વચ્ચે કુહાડી અને ધોકાથી મારામારી

રાજકોટ: શહેર નજીક વાછકપરમાં જુની અદાવતનો ખાર રાખી દલીત અને કોળી પરીવાર વચ્ચે કુહાડી અને ધોકાથી મારામારી થતા બે યુવકને ઈજા પહોંચતા સારવારમાં સીવીલે ખસેડાયા હતો. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે સુરેશભાઈ કાનજીભાઈ પંચાસરા (ઉ.24) (રહે.બેડી વાછકપર)એ ફરીયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રીના હું મારા કાકા રાજુભાઈ સાથે ઉભેલ હતો ત્યારે અમારા ગામનો હરેશ ઉર્ફે ભુરો મોતીભાઈ જાદવવ તથા તેનો ભાઈ નટવર ઉર્ફે નરીયો તથા તેના કાકા વિનુ લાલ જાદવ આવીને ખોટી ગાળો બોલતા હોય જેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ સુરેશ પર કુહાડીથી હુમલો કરી નાસી છુટયા હતા.

સામા પક્ષે બેડી વાછકપરમાં રહેતા નટવરભાઈ મોતીભાઈ જાદવ (ઉ.28) ઈજાગ્રસ્ત હાલતમાં સીવીલ હોસ્પીટલે દાખલ થયા હતા. અને જણાવ્યું હતું કે ગત રાત્રે ઘર પાસે હતો ત્યારે નવઘણ સંજય અને ભીમાએ જુની અદાલતનો ખાર રાખી ધોકાથી માર મારતા ઈજા પહોંચી હતી. બન્ને ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો