skip to content

કોરોના પોઝિટિવ : વાંકાનેરની અરુણોદય સોસાયટીને કોર્ડન કરીને અવરજવર ઉપર પ્રતિબંધ

સોસાયટીના 42 મકાનોને કોર્ડન કરીને કોરોનાગ્રસ્તના પરિવારજનો મળીને કુલ 258 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા : પેટ્રોલ પંપના તમામ કર્મચારીઓને પણ ક્વોરન્ટાઇન કરાયા

વાંકાનેર : ગ્રીન ઝોન અને કોરોના મુક્ત થયેલા મોરબી જિલ્લાના વાંકાનેરમાં આજે કોરોના પોઝિટિવ કેસ નોંધાતાની સાથે જિલ્લા આરોગ્ય ટીમ હરક્ત આવી હતી અને વાંકાનેરના જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો તે અરુણોદય સોસાયટીને કોર્ડન કરી લેવામાં આવી છે.આરોગ્ય તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્રએ વાંકાનેર દોડી જઈને કોરોના વધુ સંક્રમિત ન થાય તે માટે ઝડપથી તકેદારીના પગલાં લીધા હતા.જેમાં અરુણોદય સોસાયટીને કોર્ડન કરીને અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવી દિવાયો હતો.તેમજ સોસાયટીના 42 મકાનોને કોર્ડન કરીને કોરોનાગ્રસ્તના પરિવારજનો મળીને કુલ 258 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે.

વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં રહેતા જીતુભા બી.ઝાલાને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આજે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેને પગલે જિલ્લા આરોગ્ય ટીમ તુરત જ હરકતમાં આવી ગઈ હતી અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં દોડી જઈને કોરોના વધુ સંક્રમિત ન થાય તે માટે તકેદારીના પગલાં લીધા હતા.જેમાં આ આખી સોસાયટીને કોર્ડન કરી લેવામાં આવી હતી.આ સોસાયટીમાંથી કોઈ બહાર ન જાય અને બહારથી કોઈ અંદર સોસાયટીમાં પ્રવેશી ન શકે એ માટે સોસાયટીના કુલ 42 મકાનો ફરતે પાટિયા ફિટ કરીને આખી સોસાયટીને સિલ કરી દેવામાં આવી છે.

તંત્રએ આ સોસાયટીમાં અવરજવરની મનાઈ ફરમાવી દીધી છે અને સોસાયટીમાં રહેતા લોકોને તંત્ર ઘરેબેઠા આવશ્યક સુવિધાઓ પુરી પાડશે .કોરોનાગ્રસ્તના તમામ પરિવારજનોને તેમના ઘરમાં જ કવરોન્ટાઈન કરવામાં આવ્યા છે.ઉપરાંત સોસાયટીના 42 મકાનમાં રહેતા 250 લોકોને પણ હોમ કવરોન્ટાઈન કરવામાં આવ્યા છે.આ રીતે કુલ 258 લોકોને હોમ કવરોન્ટાઈન કરવામાં આવ્યા છે અને આરોગ્ય તંત્ર સહિતના દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે.

જ્યારે કોરોનાગ્રસ્ત પરિવારની માલિકીનો વાંકાનેરમાં પેટ્રોલ પંપ આવેલો છે. તેથી કોરોના કેસને પગલે સાવચેતીના ભાગરૂપે આ પેટ્રોલ પંપને પણ સિલ કરી દેવામાં આવ્યો છે અને પેટ્રોલ પંપના સમગ્ર સ્ટાફને હાલમાં પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને હાલ કોરોના ગ્રસ્તની હિસ્ટ્રી અને તે કોના કોના સંપર્કમાં આવ્યા તેમજ અન્ય કોઈ સંક્રમિત થયા કે કેમ તે અંગે સમગ્ર તંત્ર દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો