Placeholder canvas

વાંકાનેરમાં કયા વિસ્તારમાં બહારની વ્યક્તિ માટે પ્રવેશબંધી કરવામાં આવી? જાણવા વાંચો…

વાંકાનેર: એક વિસ્તારમાં સ્થાનિક રહીશોએ પોતાની શેરીમાં બહારની વ્યક્તિને પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી અને શેરી ને લોક કરી દેવામાં આવી છે સાથે જો કોઈ વ્યક્તિ આ શ્રેણીમાં આવશે તો તેમની સામે ફરિયાદ કરવામાં આવવાની સુચના પણ લખવામાં આવી છે.

વાંકાનેર શહેરના દીવાન પરા વિસ્તારમાં મતવા ગ્રુપ દ્વારા એક શેરી લોક કરી દેવામાં આવી છે અને ત્યાં બોર્ડ મારવામાં આવ્યું છે કે બહારની કોઈ વ્યક્તિએ આ શેરીમાં પ્રવેશ કરવો નહીં અને જો પ્રવેશ કરશે તો તેમની સામે ફરિયાદ કરવામાં આવશે.

આ દિવાનપરા નું મતવા ગ્રુપ વાંકાનેરમાં એક પોઝિટિવ કેશ આવતા અને હવે વાંકાનેરમાં વધુ કોરોના ન ફેલાય તે માટે લોક ડાઉન કરવું જનતાના હિતમાં છે. જેથી જ પોતાના વિસ્તારમાં પોતાની શેરીને લોક ડાઉન કરીને અન્ય માટે પ્રવેશ પ્રતિબંધ મૂકીને જાગૃકતા દાખવી છે. તેઓએ મેસેજ આપ્યો છે વાંકાનેરમાં દરેક શેરી વાસીઓ પોતાની શેરી સલામત કરી નાખે એટલે આપો આપ વાંકાનેર સલામત થઈ જશે. ઘરમાં રહો સલામત રહો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો