Placeholder canvas

સુરત: લૉકડાઉનમાં લોહિયાળ જૂથ અથડામણ, બે વ્યક્તિને ગંભીર ઇજા

સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે પોરિવારનો ઝઘડો રસ્તા પર આવ્યો અને મહિલાઓનો ઝઘડામાં પુરૂષો સામ સામે આવતા લોહિયાળ જૂથ અથડામણ થઈ હતી. દરમિયાન એક પરિવારે બહારથી માણસો બોલાવી જીવલેણ હુમલો કરતા બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવાના વારો આવ્યો હતો. જોકે, આ મામલે પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ કાર્યવાહી કરી છે.

આ ઘટનામાં પ્રિયંકા સિટી ગોલ્ડમાં રહેતા સચિન સિરકે પરિવારના ઝઘડો સોસાયટી માં રહેતા ગણેશ અને કાર્તિક બંગાળી સાથે તયો હતો ત્યારે બહારના શખ્સો પણ આવ્યા હતા અને જોત જોતાંમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લઇ લેતા બંગાળી પરિવાર દ્વારા સિરકે પરિવારને મારવા બહારથી માણસો બોલવામાં આવ્યા હતા અને સિરકે પરિવારે ઝઘડો અટકાવવા આવેલ રાહુલને ટાર્ગેટ બનાવી ઢોર માર મારવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરો