Placeholder canvas

અમદાવાદ પર કોરોનાનો ભરડો: છેલ્લા 24 ક્લાકમાં નવા 275 કેસ અને 23નાં મોત નિપજ્યા, પરિસ્થિતિ ગંભીર

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે અમદાવાદ શહેરમાં જીવલેણવાયરસનો પ્રકોપ વધ્યો છે. ત્યારે શહેરમાં નવા 275 દર્દીઓ અલગ અલગ 275 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ થયા છે, જ્યારે 23 દર્દીના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે. જેમાં 13 પુરૂષ અને 10 મહિલાઓનો સમાવેશ થવા જાય છે. આ સાથે અમદાવાદ જિલ્લાના કુલ દર્દીઓની સંખ્યા 4991 અને મૃત્યુઆંક 321 ને આંબી ગયો છે. સાજા થતાં રજા અપાઇ હોય તેવા દર્દીઓની સંખ્યા 886 થવા જાય છે.

અમદાવાદ શહેરમાં જીવલેણવાયરસનો પ્રકોપ વધ્યો

પોઝિટીવ નોંધાયેલા દર્દીઓ હોટ વિસ્તાર સહિત અન્ય લગભગ વોર્ડનાં છે. ઓરેન્જ ઝોનમાં પણ દર્દીઓ વધતા જાય છે. ત્યારે આ મામલે સારી બાબત એ છે કે, એસવીપીમાંથી સારવારથી સાજા થયેલાં 54 દર્દીને રજા અપાઇ છે. ત્યારે બીજી તરફ કોરોનાની વકરતી સ્થિતિને જોઈને ગુજરાત સરકાર અને મ્યુનિ. તંત્ર ઘાંઘું થયું છે. જે કોઇ નિર્ણયો લે છે, તેમાં થાપ ખાય છે અથવા ‘યુ’ ટર્ન મારવાનો વારો આવે છે. ત્યારે અચાનક જ કરિયાણા અને શાકભાજીની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો એટલે લોકો ખરીદી કરવા સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસી તૈસી કરી રોડ પર આવી ગયા. જ્યારે સુરતમાં આવા નિર્ણયના અમલ પહેલાં 24 કલાક આપ્યા હતા.

કોરોનાની વકરતી સ્થિતિને જોઈને ગુજરાત સરકાર અને મ્યુનિ. તંત્ર ઘાંઘું

આ ઉપરાંત સંખ્યાબંધ નિર્ણયો એવા છે, જેમાં વારંવાર ફેરબદલ કરવા પડી રહ્યા છે.ત્યારે અગાઉ ખાનગી હોસ્પિટલો બંધ કરાવી હતી, હવે ઓપન કરવા માટે દોડા દોડી રહ્યાં છે. ઓરેન્જ ઝોનના વિસ્તારોમાં દુકાનો ખોલવાના નિર્ણયમાં ગણતરીના કલાકોમાં જ ‘યુ’ ટર્ન મરાયો હતો. અગાઉ કોરોનાના લક્ષણો ના હોય અને રિપોર્ટ પોઝિટિવ હોય તો પોલીસ બોલાવીને હોસ્પિટલમાં દાખલ કરાવતા હતા, હવે તંત્ર સામે ચાલીને કહે છે કે ઘેર બેઠાં સારવાર લઇ શકો છો.

તંત્રનાં વારંવાર નિર્ણયો બદલતા સર્જાતો ગુંચવાડો

એક અલાયદો રૂમ એટેચ બાથરૂમ-ટોયલેટવાળો હોવો જોઈએ. અગાઉ ડોક્ટરો એસી બંધ રાખવા સલાહ આપતા, હવે દર્દી માટે એસી રૂમો શોધી રહ્યાં છે. માસ્ક બાબતે પહેલા કહેવાતું હતું કે, બધાએ પહેરવા જરૂરી નથી, આજે કહે છે કે માસ્ક ફરજિયાત છે. અગાઉ દર્દીના કુટુંબીજનોનો ટેસ્ટ કરાતો હતો તે હવે બંધ કરાયો છે.બીજી તરફ અધિકારીઓ બદલાય તેમ સિસ્ટીમ, સ્ટ્રેટેજી, લોજીક, વિચારધારા બધું જ બદલાઇ જાય છે. આ તમામ કોસ્મેટિક બાબતો વચ્ચે નક્કર વાસ્તવિકતા એ છે કે કોરોનાના કેસ અને દર્દીઓના મોતની સંખ્યા ઘટતાં નથી. વાયરસના કેર સામે તંત્ર વામણું અને નિષ્ફળ પુરવાર થાય છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો