Placeholder canvas

રાજકોટના લોકો માટે ચિંતા વધી: કોરોનાગ્રસ્ત અમદાવાદથી લોકો રાજકોટમાં આવવા લાગ્યા

રાજકોટ: કોરોના વાયરસની વૈશ્વીક સ્તરની મહામારીને નાથવા વિશ્ર્વના તમામ દેશો ઝઝુમી રહ્યા છે તેમ છતાં હજુ સફળતા મળી નથી. આપણા દેશમાં આ વાયરસ સામે લડત લડવા હાલ પાર્ટ-3 લોકડાઉન અમલમાં છે ત્યારે દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છની જનતા આ મહામારીનાં સંક્રમણ નાથવા લોકડાઉનમાં હજુ જરૂરી સહયોગ જનતા આપતી નથી. બીજી તરફ રાજય સરકારે હવે આંતર જિલ્લાઓમાં જનતાને જવાની પરમીશન આપતા હવે કોરોના વાયરસનું સંક્રમણ વધવાની સંભાવના છે. રાજય સરકારે એક જિલ્લાના વતની બીજા જિલ્લામાં ફસાયા હોય તો તેને પોતાના વતન જવા સરકાર હવે પરમીશન આપતા જનતા હવે એક જિલ્લામાં પરમીશન મેળવી વાહનો જઈ રહ્યા છે જેના પગલે આ કોરોના મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે.જેમાં ખાસ કરીને અમદાવાદથી રાજકોટ સહિતના જિલ્લામાં લોકો આવતા ભયનો માહોલ સર્જાયો છે. રાજકોટમાં અમદાવાદથી આવેલ એક વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવતા રાજકોટ મહાનગર ભયનું મોજુ ફરી વળ્યું છે.

આ મહામારીનો પ્રકોપ આપણા દેશમાં ઝડપભેર પ્રસરી રહ્યો છે. દેશભરમાં પ્રસરતા આ કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા કેન્દ્ર સરકારના આદેશના પગલે હાલ દેશભરમાં લોકડાઉનનો ત્રીજો તબકકો શરૂ છે. લોકડાઉનમાં ગુજરાત રાજયમાં પણ કોરોના વાયરસનાં કેસો સાથે મૃત્યુઆંક વધી રહ્યો છે.

ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કેસો અને મૃત્યુઆંક વધુ છે તેવા સમયે રાજય સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લાઓમાં જવા પરમીશન આવતા રાજકોટમાં અમદાવાદથી આવેલા એક વ્યક્તિનો પોઝીટીવ કેસ નોંધાતા રાજકોટ મહાનગરની જનતા કોરોના ફેલાવવાની દહેશત સાથે ફફડી ઉઠી છે. અમદાવાદથી આવેલા મનહર પ્લોટના એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર રાજકોટ ફફડી ઉઠયુ છે. જો કે હજુ આંતર જિલ્લા પરમીટના પગલે અમદાવાદથી હજુ અનેક વ્યક્તિઓ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટવાસીઓ ફફડી ઉઠયા છે.

અમદાવાદના અન્ય જિલ્લામાંથી રાજકોટ આવતા તમામ નાગરિકોમાં એન્ટ્રી પોઈન્ટ પર ખાસ ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. રાજકોટ શહેર પરતે વિવિધ હાઈવેથી માર્ગોથી રાજકોટને જોડતા માર્ગો પર 7 એન્ટ્રી પોઈન્ટ પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.

રાજકોટમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં અમદાવાદ સહિતના અનેક સ્થળોએ 600-700 વ્યક્તિઓ આવી પહોંચ્યા છે તેની નોંધ રાખી હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા ગોંડલમાં આવેલા એસઆરપી જવાનને કોરોના પોઝીટીવ આવ્યા બાદ અમદાવાદથી રાજકોટ આવેલા એક વ્યક્તિને કોરોના પોઝીટીવ આવતા રાજકોટ જિલ્લામાં અને રાજકોટ મહાનગરમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે.

રાજકોટ મહાનગરમાં છેલ્લા 4 દિવસ બાદ આજે વધુ બે કેસો નોંધાયા છે. જેમાં જંગલેશ્ર્વર શેરી નં.1 રહેતા મહિલા અને અમદાવાદથી રાજકોટ પરત આવેલા અને મનહરપ્લોટ શેરી નં.8માં રહેતા એક પુરુષને કોરોના પોઝીટીવ આવતા રાજકોટની જનતા કોરોના ફેલાઈ જશે તેવા ડરથી ધ્રુજી ઉઠી છે તો બીજી તરફ આરોગ્ય તંત્ર અને વહીવટીતંત્ર સાથો સાથ પોલીસ તંત્ર પણ કડકાઈથી લોકડાઉનનો અમલ કરાવવા કમર કસી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો