Placeholder canvas

કુવાડવાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું વિકરાળ રૂપ: ઓકસીજન-વેન્ટીલેટર માટે લોકોની દોડાદોડી

કુવાડવા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો : સ્થિતિ ગંભીર : તંત્ર તાત્કાલીક વ્યવસ્થા ગોઠવે સરપંચોનો આક્રોશ

રાજકોટ જિલ્લાના કુવાડવા ગ્રામ્ય વિસ્તારમાં લોકો કોરોનાવાયરસથી ભયભીત થઈ ગયા છે. કુવાડવા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓની અને કોરોના ગામડાના લોકો લાંબી લાંબી લાઈનોના દ્રશ્યો જોવા મળે છે. કુવાડવા ગામમાં એક અઠવાડિયામાં 35થી 40 લોકોના મોત થયા છે. કુવાડવાના ગામડામાં કુચિયાદડમાં 20 થી 25 લોકોના મોત થતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

રાજકોટ જિલ્લાનું બામણબોર ગામમાં 21 થી 22 લોકોના મોત થયા હતા ત્યારે કુવાડવાના પારેવાળા ગામમાં 12 થી 13 લોકોના મોત થયા હતા જ્યારે કુવાડવાના બેડલા ગામમા 15 થી 20 લોકોના મોત થયા હતા જાણે ગામડાઓમાં લોકો ભયભીત થઈ ગયા છે ત્યારે ગામડામાં લોકોના ટપોટપ મોત થઇ રહયા છે. આ ગામડાના લોકોને કોઈ સુવિધા ન મળતા ઓક્સિજન અને વેન્ટીલેટર સમયસર ન મળતા ગામડાના માણસો પોતાના સ્વજનને બચાવવા માટે દોડાદોડી કરી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે ગામડાઓને પૂરતી સારવાર મળે એવી માગણી કરી રહ્યા છે.

કુવાડવા ગામ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ગામડાઓમાં લાશને અગ્નિસંસ્કાર દેવા માટે પણ ખાટલાની ભારે તંગી સર્જાય રહી છે. તાત્કાલિક ધોરણે આરોગ્ય ટીમ અધિકારીઓ ગંભીર નોંધ લઈને પગલા લે અને તમામ વ્યવસ્થા પૂરી પાડે દર્દીઓને સારવાર મળે તેવી વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો