Placeholder canvas

કચ્છ: મુસ્લિમ સમાજના ધર્મગુરૂ અનવરશા બાવાસાહેબના ઇન્તેકાલથી મુસ્લિમ સમાજ શોકમાં

માંડવી: કચ્છ મુસ્લિમ સમાજ ધર્મગુરૂ સૈયદ હાજી અહેમદશા બાવા સાહેબના મોટા ફરઝંદ સૈયદ હાજી અનવરશા બાવા સાહેબની આજે અચાનક અણધારી ફાની દુનિયાને અલવિદા કરી જતા કચ્છ અને સૌરાષ્ટ્ર ના સમગ્ર મુસ્લિમ સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.

સૈયદ હાજી અનવરશા બાવા સાહેબ સમગ્ર કચ્છના સૈયદ સમાજના પ્રમુખ હતા તેઓ કચ્છની અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા તેઓ એક સખી દિલ ધર્મગુરૂ હતા તેમના ગઈ કાલે બપોરે અવસાનના સમાચાર શોસીયલ મિડિયા પર વાયરલ થતાં જ સમગ્ર સમાજ શોક ફેલાઈ ગયો હતો.

મુફ્તી એ કચ્છ સૈયદ હાજી અહેમદશા બાવા સાહેબના આ મોભી આગેવાનની આગેવાની હેઠળ ગત લોકડાઉનમાં સમગ્ર કચ્છમાં જરૂરતમંદ પરીવારોને વહારે આવી ને જાત નાત ભેદભાવ વગર 2500 રાશનકિટ તૈયાર કરી ને અબડાસા લખપત અને નખત્રાણા તાલુકાઓમાં રાશનકીટ વિતરણ કરવામાં આવી હતી.

મુફ્તીએ કચ્છ સમગ્ર સમાજમાં ક્યાં પણ નાના મોટા અણબનાવ બનતા ત્યાં જાતે પોતાની ગાડી લઈને પહોંચી જઈ અણબનાવ નો સમાદાન કરાવતા હતા તેવી જ રીતે તેઓ પોતે એક કચ્છના મશહૂર ધાર્મિક પ્રવક્તા પણ હતા. લોક હમેશા કોઈ બાબત હોય તો મુફ્તી એ કચ્છની મોટી ઉમર થતાં તેમની જગ્યા એ દરેક પ્રસંગે અનવરશા બાવા સાહેબ પાસે રજુઆત લઈ ને જતાં હતાં ત્યારે તેઓ હમેશા તે બાબતનું નિરાકરણ કરી આપતા હતા હાજી અનવરશા બાવા સાહેબ કચ્છ મુસ્લિમ સમાજના એક સહારો હતા અને એ સહારો સમાજ પાસે થી કુદરત એ છીનવી લીધો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો