Placeholder canvas

વાંકાનેરમાં BSNLના જનરલ મેનેજરના નામે તબીબોને છેતરવા કાવતરું ગોઠવ્યું ! પણ પહોંચી ગયા હવાલાતમાં !!

વાંકાનેરમાં બીએસએનએલ જનરલ મેનેજરના નામ તથા હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને બે ડોક્ટરોને ખોટી ઓળખ આપીને લાખોની છેતરપિંડી આચરવા કારસો ઘડ્યાનું કૌંભાડ સામે આવ્યું છે. જ્યાં બીએસએનએલના જનરલ મેનેજરની સતર્કતાના કારણે છેતરપિંડી આચારનાર ઈસમો રંગે હાથ ઝડપાયા હતા. પોલીસે આ મામલામાં મધ્યપ્રદેશના બે તથા યુ.પી.ના એક આરોપીની ધરપકડ કરી છે.

રાજકોટમાં રહેતા યોગેશકુમાર ભાસ્કરે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે રાજકોટ ખાતે બીએસએનએલ ઓફિસમાં છેલ્લા દોઢ વર્ષથી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ 2 જાન્યુઆરી 2023ના રોજ વાંકાનેર ખાતે આવેલ રોયલ કેર હોસ્પિટલના ડો. ધર્મેન્દ્રસિંહ ઝાલાનો મને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે બીએસએનએલ સાથે ડો.ધર્મેન્દ્રસિંહની વાત થઈ છે, જે મુજબ બીએસએનએલ કર્મચારીના મેડીકલ સારવારના કોન્ટ્રાકટના તેમના એમ.ઓ.યુ. થયા છે અને તેમાં યોગેશે સહકાર આપ્યો છે. એ સમયે યોગેશે સંપૂર્ણ વાતનું ખંડન કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે કોઈ તેમના નામ અને હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને છેતરપિંડી આંચરી રહ્યું છે.

જે બાદ તારીખ 6 જાન્યુઆરી 2023ના રોજ ફરી ડો.ધર્મેન્દ્રસિંહે યોગેશને જણાવ્યું હતું કે તેમને બીએસએનએલનું મંજૂર થઈ ગયેલું ટેન્ડર આપવા માટે લોકો આવશે અને એ લોકોને કમિશન પેટે રૂપિયા 7 લાખ ચૂકવવામાં આવશે. એ વખતે યોગેશે ડો.ધર્મેન્દ્રસિંહને જણાવ્યું હતું કે તેઓ એસોજી પોલીસની ટીમને સાથે લઈને આવશે અને આ છેતરપિંડી આચારનાર લોકોને રંગે હાથ ઝડપશે. એ જ દિવસે સ્ટેશન રોડ પર આવેલ સાંઈ હોસ્પિટલના ડો.જીગ્નેશ દેલવાડીયાનો પણ યોગેશે ફોન આવ્યો હતો અને તેમને પણ આ જ મોડસ ઓપ્રેન્ડીથી બીએસએનએલના ટેન્ડરની નકલ મળી હતી. જેથી યોગેશે તેમને પણ જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ પ્રકારના ટેન્ડર વિશે જાણતા નથી અને તેના નામ તથા હોદ્દાનો ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે.

જેના આધારે સમગ્ર બાબતની જાણ યોગેશે મોરબીની એસઓજી પોલીસને કરી હતી. જે બાદ પોલીસ કર્મીઓ તથા યોગેશે ડો.ધર્મેન્દ્રસિંહના દવાખાને પહોંચી ગયા હતા અને દર્દીના સ્વાંગમાં બેસી ગયા હતા. જ્યાં બપોરના સમયે યુ.પી.નો રહેવાસી આરોપી રમેશ રામસુભાગ પ્રજાપતી, મધ્યપ્રદેશનો રહેવાસી આરોપી સુનીલ દેવીદયાલ નામદેવ અને સલમાન નબી મહંમદ કુરેશી આવ્યા હતા. તેમણે પોતે બીએસએનએલના અધિકારી હોવાની કેફિયત આપીને રૂપિયા 7 લાખ માંગતા પોલીસ કર્મીઓએ ત્રણેય ઈસમોને ઝડપી લીધા હતા.

આ સમાચારને શેર કરો