Placeholder canvas

વાંકાનેર: જડેશ્વર રોડ પર પેડક પાસે CNG રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકને ગંભીર ઇજા

વાંકાનેર: આજે સવારે જડેશ્વર રોડ પર પેડક પાસે સીએનજી રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થયું હતું જેમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થઈ છે.

મળેલી માહિતી મુજબ જડેશ્વર રોડ પર પેડક પાસે સીએનજી રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલક નાલા પરથી નીચે વોકળામાં જય પડયો હતો જ્યારે સીએનજી રીક્ષા નાલા પર લટકી પડી હતી. નાલા પરથી હોકળામાં પડતા બાઈક ચાલકને માથા પર ગંભીર ઇજા પહોંચી હતી.

અકસ્માત થતા લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને બાઈક ચાલકને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપીને માથામાં ગંભીર ઈજા હોવાના કારણે તેમને રાજકોટ રીફર કરેલ છે.

બિન સત્તાવાર રીતે મળેલી માહિતી મુજબ બાઈક ચાલક રોહિત રમેશભાઈ ગોહિલ છે અને તે બસ સ્ટેન્ડ બાજુમાં રહે છે. જ્યારે બાઈકના નંબર પરથી આરટીઓ સાઇટ પર સર્ચ કરતા બાઈક કૌશિકભાઈ ગોહિલ ના નામે રજીસ્ટર છે અને સીએનજી રીક્ષા પ્રકાશભાઈ સોલંકી ના નામે રજીસ્ટર છે.

આ સમાચારને શેર કરો