રેલ્વેમાં સીનીયર સીટીઝન અને મહિલાઓને કન્શેસન લાભો ફરીથી ચાલુ કરો -કે.ડી.બાવરવા

ભારતીય રેલ્વે માં પહેલા સીનીયર સિટીઝનો ને કન્શેસન આપવામાં આવતું હતું જે હાલ માં બંધ છે.જે ચાલુ કરાવો. તેમજ સાથે મહિલા ઓને પણ કન્શેસન આપો. આ ઉપરાંત પહેલા જે A.C. કોચ માં ચાદર, બ્લેન્કેટ,તકિયો વગેરે આપવામાં આવતા હતા તે પણ ચાલુ કરાવો. તેમજ પેન્ટ્રી કાર પણ ચાલુ કરાવો, કારણ કે લોકોને ખોરાક ખાવા તો જોઈએ જ છે. પેન્ટ્રીકાર ના હોવાથી સ્ટેશન ઉપરનાં સ્ટોલ ધારકો લોકો પાસેથી મન ફાવે તેવા ભાવ લે છે. જેથી આ લાખો અને સુવિધાઓ રેલવેના મુસાફરોને તાત્કાલીક આપવામાં તેમજ
મોરબીને લાંબા અંતરની કોઈ ટ્રેનો નથી ખાસ કરીને હરિદ્વાર, અયોધ્યા, બનારસ,જગન્નાથપૂરી,રામેશ્વર વગેરે યાત્રા ધામોને જોડતી લાંબા અંતરની ટ્રેનો મોરબીને આપો તેમજ મોરબીના સિરામિક ઉધોગોને પ્રોત્સાહન આપવા માટે ખાસ સિરામિક પ્રોડક્ટ માટે ગુડ્ઝ ટ્રેન આપવા તેમજ પૂરતા પ્રમાણમાં રેક ફાળવવા તેમજ કન્ટેઈનર ફાળવવાની પણ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્રારા માંગણી કરવામાં આવેલ છે.
