ગ્રામ પંચાયતોની ચૂંટણીના આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત


રાજ્યની ગ્રામ પંચાયતોની આગામી તા. 19ને રવિવારે યોજાનારી ચુંટણીના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા હોય વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા મતદાન બૂથો પર મતપેટીઓ અને જરુરી સાહિત્ય પહોંચાડી દેવામાં આવેલ છે. તેમજ આ ચૂંટણીના પ્રચાર પડઘમ આજથી સાંજથી શાંત પડી ગયા છે.

આ ચૂંટણીમાં ફરજ બજાવનાર છે જેઓ આવતીકાલે જ મતદાન મથકો ઉપર પહોંચી જશે. તેમજ આ ચૂંટણીમાં મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. આજ સાંજથી પ્રચાર પડઘમ શાંત પડનાર હોય ઉમેદવારો ગ્રુપ બેઠકો અને ડોર ટુ ડોર પ્રચારનો ધમધમાટ શરુ કરશે. આ ચૂંટણીના આડે હવે બે દિવસ બાકી રહ્યા હોય ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીના માહોલ ગરમાયો છે.

વાંકાનેર તાલુકામાં કુલ ૮૪ ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ રહી છે જેમાંથી 21 ગ્રામ પંચાયતો બિનહરિફ થઈ છે અને 43 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ રહી છે. જ્યાં ચૂંટણી થાય છે ત્યાં સારા વાતાવરણમાં શાંતિમય રીતે ચૂંટણી યોજાય તે માટે વહીવટી તેમજ પોલીસ તંત્ર તૈયારી કરી રહ્યું છે.

જો આપ ન્યુઝ, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….

કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…. https://facebook.com/kaptaannews

ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો