Placeholder canvas

વાંકાનેર બાર એશોસિયેશનના પ્રમુખની ચૂંટણીમાં અનિરુદ્ધસિંહ ઝાલાની જીત

માત્ર પ્રમુખપદ માટેની ચૂંટણી થઈ બાકીના તમામ હોદ્દેદારો બિનહરીફ થયા

વાંકાનેર: 17 ડિસેમ્બર એટલે બાર એશોસિયેશનની ચૂંટણી દિવસ, વાંકાનેર બાર એશોસિયેશન માત્ર પ્રમુખ માટે ચૂંટણી થઈ હતી બાકીના તમામ હોદ્દેદારોની બિનહરીફ નિમણુંક કરવામાં આવી હતી. પ્રમુખ પદ માટે અનિરુદ્ધસિંહ સતુભા ઝાલા (અનુકાકા) અને તેમની સામે મયુરસિંહ સુરેન્દ્રસિંહ પરમારએ ઉમેદવારી કરી હતી.

વાંકાનેર બાર એશોસીએશનની ગઇકાલે ચૂંટણી કરવામાં આવી હતી ચૂંટણી બાદ મતની ગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં કુલ 99 મતોમાંથી 74 મતનું વોટિંગ થયું હતું, જેમાંથી અનિરુદ્ધસિંહ ઝાલાને 46 મત મળ્યા હતા અને મયુરસિંહ પરમારને 27 મત મળ્યા હતા, જ્યારે 1 મત રદ્દ થયો હતો. ગણતરીના અંતે મયુરસિંહ પરમારની સામે અનિરુદ્ધસિંહ ઝાલા 19 મતથી વિજેતા થયા હતા. વાંકાનેર બાર એશોસીએશનના પ્રમુખ તરીકે અનિરુદ્ધસિંહ ઝાલા (અનુકાકા) ચૂંટાય આવ્યા છે.

વાંકાનેર બાર એશોસીએશનનાં પ્રમુખ સિવાયનાં તમામ હોદ્દેદારો બિનહરીફ થયા છે, જેમાં (૧) શ્રી પી. એસ. શાહ (ઉપ પ્રમુખ), (૨) એસ. વી. પરાસરા (સેક્રેટરી) (૩) એમ. આર. સોલંકી (જોઈન્ટ સેક્રેટર) (૪) એસ. એમ. શેરસીયા (ખજાનચી) (૫) વી. આર. બાંભવા (કારોબારી સભ્ય) (૬) એ. એ. માથકીયા (કારોબારી સભ્ય) (૭) બી. એસ. લુંભાણી (કારોબારી સભ્ય) (૮) કે.જે.ચાવડા (કારોબારી સભ્ય)

આ સમાચારને શેર કરો