વાંકાનેર: ભાટિયા સોસાયટીમાં મહિલાએ મકાન-દુકાન પચાવી પડતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાનસ ચંદ્રપુર ગામની ભાટીયા સોસાયટીમાં આવેલ મકાન અને દુકાન મહિલાએ પચાવી પડેલ હોય જેથી તેમની સામે મિલકતના માલિકે હાલમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલમાં લેન્ડ બીલને ફરિયાદ નોંધણી છે તેમની તપાસ મોરબી ડીવાયએસપી પઠાણ ચલાવી રહ્યા છે
વાંકાનેર શહેર પોલીસ થાણેથી મળેલ માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેર નંબર-૧ માં રહેતા અશોકભાઈ કિશનચંદ તુલશિયાણીએ હાલમાં વાંકાનેર સુનીતાબેન વિકાસભાઈ મીંડા નામની મહિલાની સામે તેની દુકાન અને મકાનમાં કબ્જો કરી લીધેલ હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. હાલમાં ફરિયાદીએ નોંધાવેલ ફરિયાદ મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં તેઓની માલીકીની દુકાન અને મકાન આવેલ છે તે પચાવી પાડવા માટે સુનીતાબેન વિકાસભાઈ મીંડા નામની મહિલાએ કબજો કરી લીધેલ છે જેથી કરીને અશોકભાઈ કિશનચંદ તુલશિયાણીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ફરિયાદની તપાસ મોરબી ડીવાયએસપી મુનાફખાન પઠાણ ચલાવી રહ્યા છે.
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews