Placeholder canvas

રાજકોટમાં મોટા પ્રમાણમાં અખાધ્ય માવાનો જથ્થો પકડાયો

રાજકોટ: આજે સવારે પોરબંદરથી અખાધ્ય માવો આવતો હોવાની મળેલી માહિતીના આધારે આરોગ્ય વિભાગે પોરબંદરથી આવતો મોટી માત્રામાં માવો પકડી પાડયો છે અને તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અમારા માહિતી સ્ત્રોત માંથી મળેલી માહિતી મુજબ આજે સવારે બસ સ્ટેન્ડ નજીક ભુતખાના ચોક પાસે એક ઈકોમાં માવો ભરેલો હતો તેમની તપાસ કરતા તેમાં માવો અને થાબડી મળી આવ્યા હતા. તેમના આરોગ્ય ખાતા દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે, સેમ્પલનું પરિણામ આવ્યા પછી હકીકતમાં આ માવો અને થાબડી અખાધ્ય છે કે નહીં તે સ્પષ્ટ થશે.

વધુમાં મળેલી માહિતી મુજબ રાજકોટમાં પોરબંદરથી આવતો અખાધ્ય હોવાની શંકા વાળો માવો અને થાબડી વાંકાનેરમાં આવતો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ઇકોના ડ્રાઈવરે વાંકાનેર જતા હોવાનું કહ્યુ છે અને એ સમય દરમિયાન જ વાંકાનેરના કોઈ માવાના વેપારીએ તેમને ફોન પણ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખરી હકીકત શું છે એ ટુક સમયમાં સુધીમાં સામે આવી જશે.

જો આ પોરબંદરથી અખાધ્ય હોવાની શક્યતા વાળો માવો વાંકાનેરમાં આવતો હોય તો વાંકાનેર વાસીઓએ માવો ખાતા પહેલા ચેતી જવું, અને માવો કયાથી લેવો તે વિચાર કરવા જેવું ખરું, જોવા જેવું તો એ છે કે વાંકાનેર માવાનું મોટું પીઠું ગણાય છે અને વાંકાનેરમાંથી બહાર માવો જતો હોય છે, ત્યારે ભાડું ચડાવીને બહારથી માવો વાંકાનેરમાં આવે એ જ શંકાનો પાયો નાખે છે.

આજે અમુક વેપારીઓ વધુ પૈસા કમાવવાની લાલચને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે, ત્યારે આવા લોકો સામે કાયદેસરના પગલાં લઈને કડકમાં કડક સજા થવી જોઈએ એ સમયની માંગ છે. અને લોકોના હિતમાં છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો