Placeholder canvas

ચોટીલાની તાલુકા શાળામાં બાળકનાં પ્રશ્ને વાલી અને શિક્ષીકા વચ્ચે લાફાવાળી થઇ!

ચોટીલા શહેરની તાલુકા શાળા નં 1 માં ત્રણ દિવસ પૂર્વે એક વિધ્યાર્થીનાં પ્રશ્ર્ને વાલી શિક્ષક વચ્ચે બોલાચાલી થતા શિક્ષીકાને ફડાકો ઝીંકી દેવયાની ઘટનાનાં શિક્ષક સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે જેમા શહેરની શાળાઓનાં આચાર્યોએ અધિકારીને આવેદન પાઠવી ઘટનાને વખોડી સલામતીની માગણી કરેલ છે.

ચોટીલા શહેરની મધ્યમાં ટાવરચોકમાં આવેલ સરકારી તાલુકા શાળા નં 1માં બે દિવસ પહેલા ભાવનાબેન પરમારની સાથે એક વિધ્યાર્થીનાં વાલી સાથે કોઇ બાબતે બોલાચાલી થતા વાલીએ શિક્ષિકા બેનને લાફા મારી લેતા ચોટીલા શહેરની તમામા સરકારી પ્રાથમિક શાળાનાં આચાર્ય અને શિક્ષકોમાં આ ઘટનાનાં ઘેરા પડઘા પડ્યા છે અને સ્થાનિક તાલુકાનાં અધિકારીને ઘટનાને વખોડી શિક્ષકોની સલામતી અંગે સવાલ ઉઠાવી યોગ્ય પગલા લેવાની માગણી કરેલ છે.

મળેલ માહિતી મુજબ આ શાળામાં આંતરિક વિખવાદનું વધુ પ્રમાણ છે તેમજ શાળાની અંદરની સ્થિતિ અને જવાબદાર વ્યક્તિને કારણે પરિસ્થિતિ ખુબ ખરાબ છે. શિક્ષણજગત માટે શરમજનક ગણી શકાય તેવી સ્થિતિ શાળાની છે. શિક્ષણની ગુણવત્તા પણ કથળેલી છે. ખોટા બોગસ વિદ્યાર્થીઓ તેમજ અન્ય વહીવટી ગેરરીતિઓ પણ હોવાની ફરીયાદ ઉઠતા વિભાગ દ્વારા તપાસ હાથ ધરાયેલ છે. જેમા અનેક પ્રકારની ગેરરીતિઓ અધિકારીઓ સામે આવેલ હોવાનું કહેવાય છે. શહેર અને તાલુકાની અનેક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ખુબજ નબળી છે. અનેક બાળકો ને લખતા વાંચતા ગણતા પણ નથી આવડતું !!!

આ સમાચારને શેર કરો