ચોટીલા: પશુચારો ભરેલ આઈશરમાં લાગી આગ…
ચોટીલા: ખેરડી ગામેથી પશુચારો ભરીને જઈ રહેલ આઈશરમાં આગ લાગી હતી. આઇશર ટ્રક ખેરડી ગામથી હાઇવે પરથી રાજકોટ તરફ જઇ રહયુ હતું ત્યારે આઈશરમાં ભરેલ પશુ ચારામાં અચાનક આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
આ આગની ઘટનાની જાણ થતા જેસીબી સાથે ચોટીલા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. સદનશીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ મોટાભાગનો ચારો ખાવા લાયક રહ્યો નથી.