ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા અફળાતફળી મચી ગઇ.
સાવરકુંડલામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, સાવરકુંડલાના મહુવા રોડ સ્થિત ફટાકડાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી જોરદાર ધડાકા થયા હતા અને બાદમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
આગના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ઉભો થયો હતો , ઘટનાની જાણ થતા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.