Placeholder canvas

એક મહિના સુધી દર શનિ-રવિ અમદાવાદ-સોમનાથ, જામનગર-વડોદરા ઇન્ટરસીટી ટ્રેન રદ…

રાજકોટ : રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે એકશનમાં ડબલ ટ્રેક અને ઇલેકટ્રીક બ્યુટીફીકેશન કામગીરીના પગલે બ્લોકના કારણે રાજકોટમાંથી પસાર થતી ઘણી ટ્રેનો રદ સાથે ડાયવર્ટ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક ઓપરેશનલ કારણોસર પશ્ચીમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો ઓપરેશનલ કારણોસર એક મહિના સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે.

શ્રી અભિનવ જેફ, સિનિયર ડીસીએમ, રાજકોટ ડિવિઝનના જણાવ્યા અનુસાર (1) ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ 18.06.2022 થી 17.07.2022 સુધી (દર શનિવાર અને રવિવાર) (2) ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ 19.06.2022 થી 18.07.2022 સુધી (દર શનિવાર અને રવિવાર) (3) ટ્રેન નંબર 22959 વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 18.06.2022 થી 18.07.2022 સુધી (દર શનિવાર અને રવિવાર) (4) ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 19.06.2022 થી 19.07.2022 સુધી (દર શનિવાર અને રવિવાર) રદ રહેશે જેની તમામ મુસાફરોએ નોંધ લેવી.

આ સમાચારને શેર કરો