Placeholder canvas

વાંકાનેર: બાઉન્ટ્રી ટોલનાકા પાસે બાઈકના ડિવાઈડર સાથે અકસ્માતમાં 1નું મૃત્યુ, 2ને ઇજા

વાંકાનેર : વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે યામાહા બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.

મળેલ માહિતી મુજબ વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે લોધિકાના પારડી ગામના પ્રકાશભાઇ મુળજીભાઇ સોલંકી ઉ.34નું યામાહા એફઝેડ બાઈક ડિવાઈડર સાથે અથડાતા પ્રકાશભાઇનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઇકમાં બેઠેલ રવીશભાઇ રૂડાભાઇ પરમાર અને આકાશ ઉર્ફે લાલીને ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતની આ ઘટના અંગે રવીશભાઇ રૂડાભાઇ પરમારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક પ્રકાશભાઈ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો