Placeholder canvas

લીંબડીના કટારીયા ગામે કરૂણ ઘટના: વીજળી પડતા પિતા-પુત્ર અને મહિલાનું મોત

ખેતરમાં કામ કરતા પરિવાર પર વીજળીરૂપી કાળ ત્રાટકયો

લીંબડી તાલુકાના કટારીયામાં વીજળી પડતા પિતા-પુત્ર અને મહિલા સહિત ત્રણના મૃત્યુ થતા અરેરાટી ફેલાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ છે ત્યાં વીજળી પડવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત સાંજના ખેતરમાં કામ કરી રહેલ મજુર ઉપર એકાએક વીજળી આફત બની અને ત્રાટકતા મજુરી કામ કરી રહેલા ત્રણ મજુરોના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજયા છે. જયારે આ અંગેની જાણકારી મળતાની સાથે લીંબડી મામલતદાર અને પોલીસ તંત્ર ઘટના સ્થળ ઉપર પહોંચી અને ત્રણે ડેડ બોડીને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

આ ઘટનાથી નાના એવા કટારીયા ગામમાં ભારે શોકનો માહોલ છવાઇ ગયો છે. છેલ્લા પંદર દિવસમાં પાંચ વ્યકિતઓના વિજળી પડવાથી ભોગ લેવાયા છે. ત્યારે હાલમાં મજૂરોમાં પણ શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે. હાલમાં ત્રણના મોત નિપજયા છે. જેમાં એક મહિલા અને બે પુરૂષોના સમાવેશ થાય છે. ત્યારે મૃતકોમાં અક્ષયભાઇ હરેશભાઇ બાંધણીયા ઉંમર વર્ષ ર7 તેમજ હરેશભાઇ છગનભાઇ બાંધણીયા અને હેતલબેન કલ્પેશભાઇ મેણીયા સહિત ત્રણના મોતથી ગામમાં શોકનું મોજુ છવાયું છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો