Placeholder canvas

બોકળથંભા પ્રાથમીક શાળામાં વ્યસનની મુકતી જાગૃતી અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું.

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દલડી ના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર હરીફાઇ યોજાઇ.

આજરોજ તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દલડી દ્રારા બોકળથંભા પ્રાથમીક શાળા ખાતે વ્યસનની મુકતી જાગૃતી અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ તમાકુ નિષેધ ચિત્ર હરીફાઈમાં ૫૦ જેટલા બાળકોએ લાભ લીધેલ જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આથિક અસરો.વીશે ચિત્ર મારફત ચીત્રણ કરી દર્શાવતા વિવિઘ ચિત્ર તૈયાર કરેલ. તેમાંથી વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીને સ્કુલ બેગ ઈનામ માં આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ અને સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓ ને નાસ્તો કરાવામાં આવેલ.

કાર્યક્રમના અંતે મેડીકલ ઓફીસર ડો. અજય ચાવડા એ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતગાર કરવામાં આવેલ વ્યશન કરતા બાળકોને વ્યશન છોડવાના શપથ લેવડાવવામાં આવેલ તેમજ વાલીઓને વ્યશન છોડાવવા અપીલ કરવામાં આવેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફ ગણ ,MPHS કાળુભાઇ અને સ્ટાફ અને RBSK ટીંમના ડો. વીશાલ સીલુ હાજર રહેલ. આભારવિધિ F.H.W. સાનીયાબેન ખોરજીયાએ કરેલ.

આ સમાચારને શેર કરો