વાંકાનેર: ‘માઁ’ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એ મહા રક્તદાન કેમ્પ
વાંકાનેર હંમેશા દરેક ઉજવણી અર્થસભર અને લોકોપયોગી કરતા અમિત શાહ અને તેમના પત્ની શીતલ શાહ તેમના ગ્રુપ સર્કલ સાથે મળીને કરતા રહે છે. બે ઘડીની મોજ નહીં પણ આ ઉજવણીથી અન્યને આનંદ થાય એવી ઉજવણી કરવા ના વિચાર સાથે તેઓ પોતાના સર્કલમાં જન્મદિવસ, ધાર્મિક તહેવાર કે પછી કોઈ સ્વજનની પુણ્યતિથિ હોય આ તમામ ઉજવણી અર્થસભર કરે છે. તેમના હમેંશા સમાજના છેવાડાના લોકો, બાળકોના ચહેરા ઉપર ખુશી લાવવાના પ્રયત્નો રહે છે.
વાંકાનેરના અમિત શાહના માતૃશ્રી સ્વ.રંજનબેન કિશોરચંદ્ર શાહનું એકાદ વર્ષ પૂર્વે અવસાન થયું હતું તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની પરંપરા મુજબ ગિરનારી ખીચડી હાથે બનાવી લે સાથે એકાદ સ્વીટ રાખીને સલ્મ વિસ્તારના બાળકોને વહેચે…. સાથે એવું કંઈક કરીએ જેમના થકી અન્યને જીવતદાન મળે તે માટે આગામી તારીખ 9મી જાન્યુઆરીના રોજ અમિત શાહની માતા સ્વ રંજનબેન કિશોરચંદ્ર શાહની સ્મૃતિમાં એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ રક્તદાન કેમ્પમાં રકતદાતાઓને જોડાવા અમિત શાહ અને તેમના સાથી ગ્રુપે અપીલ કરી છે.