વાંકાનેર: શહેર યુવા ભાજપ મોરચા દ્રારા ભાજપ કાર્યાલય ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

વાંકાનેર: આજે શહેર યુવા ભાજપ મોરચા દ્રારા ૯ વર્ષ સેવા સુશાસન નિમિત્તે ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસીય બોર્ડિંગ નેશનલ હાઈવે, વાંકાનેર ખાતે રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા ના માર્ગદર્શન હેઠળ સવારે ,૧૦-૦૦ કલાકે બલિદાન દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વાંકાનેર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું, જેમાં ૧૦૨ રક્તદાન બોટલ એકત્રિત કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને અલ્પકાલીન વિસ્તાર પૃથ્વીરાજસિંહ વાળા જિલ્લાના ભાજપના હોદ્દેદારી, વાંકાનેર તાલુકા તેમજ શહેર ભાજપના હોદ્દેદારો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભયો, નગરપાલિકાના પૂર્વ સદસ્યો, વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો