Placeholder canvas

ખુન ક૨વાના ઈ૨ાદાથી છ૨ી વડે ક૨ેલ હુમલાના ગુનામા આ૨ોપીની જામીન અ૨જી નામંજુ૨…

રાજકોટ: ખુન ક૨વાના ઈ૨ાદાથી છ૨ી વડે ક૨ેલ હુમલાના ગુનામા આ૨ોપીની જામીન અ૨જી નામંજુ૨ કરવામાં આવી છે. કેસની વિગત એવી છે કે…ફરીયાદી રહીશ રઉફમીયા કાઝી તથા આરોપી કાળુ મચ્છા ભરવાડ બન્ને ૨ાજકોટ મુકામે રેલ્વે સ્ટેશન ૫૨ ઓટોરીક્ષાના ભાડાનો વ્યવસાય કરતા હતા જેમા તા.૨૨-૫-૨૩ ના રોજ રાત્રીના સમયે ફરીયાદી તથા આરોપી બન્ને ભકિતનગર રેલ્વે સ્ટેશનને ઓટોરીક્ષા લઈને ભાડા માટે ગયેલ હતા તે સમય દરમિયાન આરોપી કાળુભાઈ મચ્છાભાઈ ભરવાડ નામના શખ્શ ફ૨ીયાદી રહીશ ૨ઉફમીયા કાઝી પાસે જઈને ફરીયાદીને અપશબ્દો બોલી કહેવા લાગેલા કે તુ શા માટે ઓછા નાણા લઈને રીક્ષાનો ભાવ બગાડેશ તેમજ આરોપી કાળુ ભરવાડે ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગેલ હતા અને આરોપીએ પોતાની રીક્ષામાથી પ્રાણઘાત હથીયાર છરી લઈને ફરીયાદી ઉપર ખુન કરવાના ઈરાદાથી હુમલો કરેલ હતો અને ફરીયાદીને શરીરે પેટની નાભી નીચે ડાબી બાજુ છરીનો એક ઘા મારેલ હતો અને છરીનો બીજો ઘા છાતીની ડાબી બાજુ ૨દય પાસે ઘા મારીને ફરીયાદી ઉ૫૨ જીવલેણ હુમલો કરેલ હતો જેથી આરોપી વિરૂધ્ધ રેલ્વે પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાયા હતો.

આ કેસમાં આરોપી કાળુ ભ૨વાડે નામદાર સેસન્સ કોર્ટ રાજકોટ ખાતે જામીન અરજી ૨જુ કરતા મુળ ફરીયાદી રહીશ ૨ઉફમીયા કાઝી તરફે યુવા ધા૨ાશાસ્ત્રી ઈર્શાદ એ.શે૨સીયા રોકાઈને આરોપીને જામીન પર મુકત કરવા સામે લેખીતમા વાંધાઓ લેવામા આવેલા હતા કે આરોપીએ જાહે૨મા કાયદાનો ડર રાખ્યા વગર પ્રાણઘાત હથીયાર વડે હુમલો કરવામા આવેલ હોય અને આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ હોય અને આરોપીને કાયદાનુ ભાન થાય તેમજ આરોપીને જો જામીન ૫૨ મુકત કરવામા આવે તો ફરીયાદી ઉપ૨ ફ૨ીવા૨ જીવલેણ હુમલો કરે તેવી પુરેપુરી દહેશત હોય અને આરોપીને જો જામીન પર મુકત કરવામા આવે તો કાયદાનો ડ૨ ૨ાખ્યા વગર ફરીવાર પણ આવા ગંભીર પ્રકારના ગુનાઓ કરવા પ્રેરાય તેવી સંભાવનાઓ હોય અને સમાજમા દાખલો બેસી રહે તેવા આશયથી કાળુ ભરવાડ નામના આરોપીની જામીન અરજી રદ ક૨વા લેખીતમા વાંધાઓ લેવામા આવેલા હતા જે તમામ બાબતો અને સરકાર પક્ષની દલીલોને ઘ્યાને લઈને આરોપી કાળુ ભરવાડ નામના આ૨ોપીની જામીન અરજી રદ કરતો હુકમ ફ૨માવેલ છે. આ કામે મુળ ફ૨ીયાદી તરફે યુવા ધારાશાસ્ત્રી ઈર્શાદ એ.શેરસીયા રોકાયેલા હતા.

આ સમાચારને શેર કરો