Placeholder canvas

વાંકાનેર: સમઢીયાળા રોડ આવેલા કારખાનામાં બ્લાસ્ટ થતા આજુબાજુના વિસ્તારમાં ધરતી ધ્રુજી.

વાંકાનેર આજે વહેલી કપ્તાનમાં સવારે ૧૦ થી વધુ ફોનો અને 50થી વધુ મેસેજો આવ્યા કે મહિકા ગામમાંની આસપાસના ગામડાઓમાં સવારે ત્રણ વાગ્યાની આસપાસ ભારે તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો છે. ધરતી ધ્રુજવાથી લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા જે સમાચાર કપ્તાનમાં અપલોડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તપાસ કરતા એવી માહિતી મળી કે સમઢિયાળા રોડ પર ગારીડા ગામની સીમમાં આવેલ સનસાઇઝ મેટલ નામના કારખાનામાં રાત્રીના ત્રણ વાગ્યે લોખંડ પીગાળવાની ભઠ્ઠીમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો.

આ કારખાનામાં બ્લાસ્ટ થવાના કારણે આજુબાજુના વિસ્તારમાં રિતસર ધરતીકંપ આવ્યો હોય એવો લોકોને અહેસાસ થયો હતો, જેમના કારણે આ વિસ્તારના આસપાસના ગામના લોકો વહેલી સવારે પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. અને ડરનો મહલ ઊભો થયો હતો. આ બનાવની જાણ લોકોએ મીડિયાને અને આસપાસમાં પોતાના સગા વહાલોને કરી હતી એમાં એમનો હેતુ કોઈ અફવા ફેલાવવાનો ન હતો. પરંતુ પહેલી નજરે જ કોઈપણને એ ધરતીકંપ લાગે એવી ઘટના હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પૂર્વે પીપરડી ના બોર્ડ પાસે એક કારખાનામાં બ્લાસ્ટ થયો હતો ત્યારે આ વિસ્તારના લોકો પણ તેમને ધરતી કંપનીમાંની બેઠા હતા.

વધુમાં મળેલી માહિતી મુજબ કારખાનામાં બ્લાસ્ટ થવાથી બે કરતા વધારે કર્મચારીઓને ઈજાઓ પહોંચી હોવાની માહિતી બહાર આવી છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો