Placeholder canvas

વાંકાનેર: જાલીડા ગામની સીમમાં ગેસ ટેન્કરમાંથી રૂ.33 લાખનો દારૂના પકડાયો.

વાંકાનેર: વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં ગેસના ટેન્કરમાંથી વિદેશી દારૂ છુપાવીને લાવેલ વિદેશી દારૂના કટીંગ સમયે મોરબી એલસીબી ત્રાટકીને કુલ 8,004 બોટલ વિદેશી દારૂની બોટલો સાથે ત્રણ વાહનોને ઝડપી પાડી લીધા હતા…

આ બનાવની મળેલ માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ હોટલ દ્વારકાધીશ પાછળ પડતર ખરાબા ખાણ વિસ્તારમાં ગેસના ટેન્કરમાંથી અલગ અલગ વાહનોમાં થતાં દારૂના કટીંગ સમયે દરોડો પાડી 667 પેટી વિદેશી દારૂની જેમાંથી કુલ 8004 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 32,86,800)તેમજ એક ગેસ ટેન્કર, બે બોલેરો પીકઅપ વાહન સહિત કુલ રૂ. 58,86,800 નો મુદ્દામાલ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

આ સમાચારને શેર કરો