Placeholder canvas

૬ મહાનગરોમાં કેસરિયો લહેરાયો, કોંગ્રેસનું ધોવાણ, આપ અને ઓવૈસીની એન્ટ્રી

૨૬ વર્ષે ગુજરાતમાં સત્તા સંભાળી રહેલા ભાજપે મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયનો નવો ઇતિહાસ રચી દીધો છે. ૧૯૯૫ની રામપલહેર કરતા પણ મોટી જીત મેળવીને ભાજપે ગુજરાત પોતાનો અભેદ કિલ્લો હોવાનું પુરવાર કરી દીધું છે. ભાજપે ગુજરાતમાં કુલ 576 બેઠકોમાંથી ૮૪ ટકા એટલે કે 481 બેઠકો પર વિજય મેળવ્યો છે.

ગઈકાલે ગુજરાત ની છ મહાનગર પાલિકાની થયેલ ચૂંટણીની મત ગણતરી થઈ જેમાં 6 મહાનગરપાલિકામાં કેસરિયો લહેરાયો છે જ્યારે કોંગ્રેસને મતદારોએ આડા હાથે લઇ ને સ્પષ્ટ જાકારો આપ્યો છે. સાથોસાથ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ઓવૈસી એન્ટ્રી પણ થઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસની હાલત દીન બ દીન બદતરમાં બદતર થઇ રહી છે. આવું કેમ થાય છે? એ કોંગ્રેસના શિર્ષ નેતાની સમજમાં નથી આવતું કે સમજવા માગતા નથી ! પણ મતદારો ખૂબ સમજી ગયા હોય એવું લાગે છે કેમકે ગુજરાતની છ મહાનગરપાલિકા માંથી ત્રણ મહાનગરપાલિકામાં તો મતદારોએ કોંગ્રેસને વિપક્ષના દરજ્જા માટે જરૂરી 10 ટકા મત પણ આપ્યા નથી !!

અમદાવાદ માં કુલ 192 બેઠકો છે જેમાં ભાજપે 159, કોંગ્રેસે 25 એ આઈ એમ આઈ એમ 7, અન્યને એક બેઠક મળી છે. જ્યારે વડોદરામાં તો કોંગ્રેસને 7 બેઠક મળી છે અને ભાજપ 69 બેઠક લઇ ગયો છે. વડોદરામાં કુલ 76 બેઠકો છે. સુરતમાં કોંગ્રેસની હાલત બદસુરત થઈ ગઈ છે. અહીંયા મતદારોએ કોંગ્રેસનું ખાતું પણ ખોલવા દીધું નથી, જ્યારે ભાજપ 120 બેઠકમાંથી 93 બેઠક જીતી ગયું છે, અહીંયા આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે તે 27 બેઠક જીતી ગયું છે. રાજકોટમાં કોંગ્રેસની હાલત દયનિય થઈ છે, અહીં કોંગ્રેસ માત્ર 4 બેઠક જીતી શકી છે, જ્યારે ભાજપ 72માં થી 68 બેઠક જીતી ગયું છે. ભાવનગરમાં પણ કોંગ્રેસનો રકાસ થયો છે, અહીં કોંગ્રેસ માત્ર 8 બેઠક જીતી શકે છે, જ્યારે ભાજપ 52 બેઠકમાંથી 44 બેઠક જીતી ગયું છે. જામનગરમાં કોંગ્રેસ માંડ માંડ ડબલ ડીઝીટમાં પહોંચી શકે છે તેમને 11 બેઠકથઈ સંતોષ માનવા માટે મતદારોએ રીતસરના મજબૂર કર્યા છે. જ્યારે ભાજપ 64 માંથી 50 બેઠક જીતી ગયું છે. અહીં બસપાની એન્ટ્રી થઈ છે તેમણે ૩ બેઠક જીતી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો