Placeholder canvas

મહાનગરોમાં ભાજપના ભવ્ય વિજયથી આગેવાનો ઉત્સાહમાં: પંચાસર,ધર્મનગરના મતદારો ભાજપની સાથે…

વાંકાનેર: રાતીદેવળી જિલ્લા પંચાયત અને પંચાસર તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર માટે ગઈકાલે વાંકાનેર તાલુકાના પંચાસર ગામ અને પંચાસરની બાજુમાં આવેલું ધર્મનગરમાં ભાજપની એક મિટિંગ હતી.

ગઈકાલે ૬ મહાનગરોની ચૂંટણી નું પરિણામ આવતા અને તેમાં ભાજપનો ઐતિહાસિક વિજય થતા ભાજપના આગેવાનો અને કાર્યકરો ખૂબ ઉત્સાહમાં હતાં, સાથે જ મિટિંગમાં આવેલા આગેવાનો અને મતદારો પણ કહેતા હતા હવે તો બસ ભાજપ જ, અને ભાજપના ઉમેદવારને જીતાડવા માટેનો ઉત્સાહ દેખાતો હતો.

આ મિટિંગમાં વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજી, ભાજપના રાતીદેવડી જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ હિરેન પારેખ, યુસુફભાઈ શેરસીયા, ગુલમહમદભાઇ બ્લોચ, ધમભા ઝાલા, મહાવીરસિંહ ઝાલા, રસિકભાઈ વોરા, ચેતનગીરી ગોસ્વામી, અબ્દુલભાઈ બાદી, સુરેશભાઇ પ્રજાપતિ, મનસુખભાઈ પ્રજાપતિ, ક્રિપાલસિંહ ઝાલા ઘનશ્યામસિંહ ઝાલા અને તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો હાજર રહીને આગેવાનો કાર્યકરો અને મતદારોને સંબોધન કર્યું હતું.

આ મિટિંગમાં હાજર રહેલા તમામ લોકોએ એક અવાજે કહ્યું હતું કે છ મહાનગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, આપણે તમામ લોકો સાથે મળીને મોરબી જિલ્લા પંચાયત અને વાંકાનેર તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભવ્ય વિજય અપાવીએ, અને તાલુકા અને જિલ્લા પંચાયતના બંને ઉમેદવારોને જંગી લીડથી વિજય બનાવવા માટે તમામ લોકો લાગી જઇએ.

હાજર ભાજપના અગ્રણીઓએ વધારેમાં કાર્યકરો અને મતદારોને જણાવ્યું હતું કે મોરબી જીલ્લા પંચાયત ભાજપની બની રહી છે જ્યારે વાંકાનેર તાલુકા પંચાયતમાં પણ ખૂબ ઉજળી તકો છે, ત્યારે કોઈએ કોઈપણ પ્રકારની કાચાસ ન રાખવી અને એક એક મત અંકે કરીને ભાજપના ઉમેદવારને અપાવવાની આપણે ફરજ સમજી, હવે છેલ્લા દિવસોમાં તનતોડ મહેનત કરવાની છે અને કામે લાગી જવાનું છે. આગેવાનોની આ હાકલને હાજર રહેલા તમામ લોકોએ વધાવી લીધી હતી.

આ સમાચારને શેર કરો