વાંકાનેર: લુણસરમાં કોંગ્રેસમાં ભંગાણ સ્વ.જીતુભાઈ દવેનો પરિવાર ભાજપમાં જોડાયો

લુણસર તાલુકા પંચાયત સીટના મત વિસ્તારનું કાર્યાલય વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે ખૂલ્લુ મૂકાયુ

વાંકાનેરમાં ચૂંટણીના ચમકારા શરૂ થઈ ગયા છે. લુણસરમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે, કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય સ્વ જીતુભાઈ દવેનો પરિવાર તેમજ કોંગ્રેસના પીઢ આગેવાન અને વાંકાનેર પ્રોસેસિંગ સંઘના ઉપપ્રમુખ માધાભાઈ વાઘેલા, કોળી સમાજના આગેવાન નાથાભાઈ વાઘેલા અને લુણસર તાલુકા શાળાના નિવૃત્ત આચાર્ય ડી.કે.વાઘેલા સહિતના કાર્યકર્તા કોંગ્રેસને બાયબાય કરી કેસરીયો ધારણ કરી લીધો છે.

તારીખ 20 ફેબ્રુઆરીના રોજ વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહજી ઝાલા તેમજ ચંદ્રપુર જિલ્લા પંચાયતના ઉમેદવાર રૈયાબેન ભોપાભાઈ મકવાણાના પ્રતિનિધિ શ્રી ચતુરભાઈ મકવાણા લૂણસર તાલુકા પંચાયત સીટ ના યુવા ઉમેદવાર જયકુમાર વસીયાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હતું.

આ મૂળ કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાતા આ સીટના પરિણામ ઉપર અસર થઇ શકે છે, હાલમાં તો ભાજપના ઉમેદવાર જય કુમાર વસાણી પોતાના મતક્ષેત્રમાં પુર જોશમાં પ્રચારકાર્ય શરૂ કરી દીધેલ છે. અને તેમને સારો લોક આવકાર મળી રહ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો