Placeholder canvas

બિપરજોય વાવાઝોડાનો કચ્છ પછી બીજો મોટો ખતરો ઉત્તર ગુજરાત પર મંડરાયો છે.

કચ્છ પછી વાવાઝોડાનો બીજો મોટો ખતરો ઉત્તર ગુજરાત પર મંડરાયો છે. ગુરુવારે કચ્છમાં લેન્ડફોલ કર્યા બાદ વાવાઝોડું શુક્ર અને શનિ એટલે કે, 16 અને 17 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં તબાહી મચાવી શકે છે. લેટેસ્ટ ફોરકાસ્ટ મુજબ આ બન્ને દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું કે, વાવાઝોડું જરાય નબળું પડ્યું નથી અને તેની ઈન્ટેન્સિટીમાં પણ કોઈ ઘટાડો થયો નથી. વાવાઝોડાની આંખ અંગે વાત કરતાં હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, આંખના મધ્ય ભાગમાં તીવ્રતા હંમેશાં ઓછી જ હોય છે. પણ તેની આસપાસનો ઘેરાવ વધુ ખતરનાક હોય છે. હવામાન વિભાગે કહ્યું હતું કે અત્યારે વાવાઝોડાની ગતિ ભલે ધીમી હોય, પણ 125થી 150ની સ્પીડે જ કાંઠે ટકરાશે. એટલા માટે જ એની આગાહીમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આ સમાચારને શેર કરો