Placeholder canvas

મોરબીના સિરામિક કારખાનામાં ચીમની તૂટીને પાઇપ માથા ઉપર પડતા મહિલાનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ કોયા સીરામીકમાં અકસ્માતનો બનાવ બન્યો છે.જેમાં કારખાનાની ચીમની ધડાકાભેર તૂટીને પડતા તેમાં રહેલ પાઇપ માથા ઉપર લાગતા નીચે રહેલ પરપ્રાંતીય મજુર પરીવારની મહિલાનું મોત નીપજેલ છે.

તાજેતરમાં વાવાઝોડાની પરિસ્થિતિ છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે મોરબીમાં કોઈ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે સિરામીકના કારખાનાઓ હાલ બંધ કરવા માટે કલેક્ટર દ્વારા તાકીદ કરવામાં આવેલ છે અને મોરબીના સીરામીક એસોસિયેશન દ્વારા પણ લોડીંગ-અન લોડિંગ બંધ કરીને કારખાનાઓ સદંતર બંધ કરવામાં આવે તેવી તમામ યુનીટોને સુચના આપવામાં આવેલ છે. દરમિયાનમાં મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ કોયા ગ્રેનાઈટો નામના કારખાનામાં અકસ્માત બનાવ બન્યો છે.

જેમાં પવનના પગલે યુનીટમાં ચીમની તૂટી પડી હતી અને તુટેલી ચીમનીમાંથી લોખંડનો પાઇપ નીચે પડ્યો હતો જે પાઇપ નીચે રહેલા મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના કોયા ગ્રેનાઈટો રંગપર ગામની સીમમાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા મજુર પરિવારના રામકન્યાબેન બનેસંગભાઈ વર્મા (ઉંમર 40) નામની મહિલાના માથા ઉપર પડતા રામકન્યાબેન વર્માનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. હાલ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસના બીટ જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ સમાચારને શેર કરો