Placeholder canvas

વાંકાનેર: વિઠ્ઠલપર નજીક ડમ્પર હડફેટે બાઈક ચાલકનું મોત, લોકોએ ડમ્પર સળગાવી નાખ્યું

વાંકાનેર : ખાણખનીજ વિભાગ અને પોલીસની ઢીલી નીતિને પાપે ખનીજ પરિવહન કરતા કાળમુખા ડમ્પરો હાઇવે અને અન્ય ગ્રામ્ય માર્ગો ઉપર યમદૂત બનીને ફરી રહ્યા છે. આજે બપોરના સમયે વિઠ્ઠલપર નજીક આવા જ એક કાળમુખા ડમ્પરે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય એક ને ઇજા પહોંચી હતી. આ અકસ્માતને પગલે રોષે ભરાયેલા લોકોએ ડમ્પરને સળગાવી નાખ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામ નજીક બેકાબુ બનેલા કાળમુખા ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પરબતભાઈ પ્રભુભાઈ કાંગિયા નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે પ્રવીણભાઈ કરમશીભાઈ સારલા આંમની વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બનાવ સ્થળે એકત્રિત થયેલા લોકોએ ડમ્પરને સળગાવી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં ખાસ કરીને ગેરકાયદેસર રીતે ખનીજ અને રેતીનું પરિવહન કરતા માથાભારે ડમ્પર ચાલકો પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ઢીલી અને હપ્તાખાવ નીતિને કારણે હાઇવે પોતાના બાપુજીનો સમજી હેવી વાહનો મન પડે તેમ દોડાવતા હોય નાના વાહન ચાલકોને હાઇવે ઉપર કે ગ્રામ્ય વિસ્તારમાં પસાર થવું મુશ્કેલ થયું છે. છેલ્લા દસેક દિવસમાં જ આવા કાળમુખા ડમ્પર ચાલકે વઘાસીયા ટોલનાકા પાસે, મચ્છુ નદીના પુલ પાસે બે માનવ જિંદગી હણી લીધી છે અને આજના બનાવ બાદ આ મૃત્યુનો ત્રીજો બનાવ બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જુવો વીડિયો…..

https://youtube.com/shorts/SUSMmf0JbdU?feature=share

આ સમાચારને શેર કરો