Placeholder canvas

ધ્રાંગધ્રા: કોંઢ ગામે લમ્પી વાયરસથી ૧૬૦ ગાયોના મોત

ધ્રાંગધ્રા: તાલુકાના કોંઢ ગામે લમ્પી વાયરસનો રોગચાળો પ્રસરી જતા ૧૬૦ ગાયોના મોત થયા છે. અચાનક આટલી મોટી સંખ્યામાં ગાયોના મોટ થતા ગાયોના મૃતદેહો રસ્તે રઝળતા નજરે પડે છે. આમ અચાનક લંબી વાયરસ ઝડપથી ફેલાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો ભાગવા લાગ્યા છે.

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે લમ્પી વાયરસનો રોગચાળો ઝડપભેર પ્રસરી જતા ૧૬૦ ગાયોના કમકમાટીભર્યા મોત થયા છે. પશુપાલકોમાં ભારે અરેરાટી ફેલાય ગઈ છે. લંબથી વાયરસ ના કારણે પશુપાલકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે અને પશુપાલકો ઘરબાર છોડી ભાગી રહ્યા હોય ગામ પણ ખાલી થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

આ ઘટનાની જાણ થતાં તંત્ર દોડી ગયું છે. ગાયોના મૃતદેહો રસ્તે રઝળતા નજરે પડતા ભારે ઉહાપોહ મચી ગયો છે. ગાયોના મૃત દેહના નિકાલ કરવાની તેમજ આ લંમ્પી વાયરસ ફેલાતો અટકાવવા માટેની કામગીરી તંત્રએ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો