Placeholder canvas

વાંકાનેર: શહેરમાં ભારે વાહનોને પ્રવેશબંધી અંગે જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ…

વાંકાનેર: શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયેલ હોવાથી ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થે શહેરમાં તમામ ભારે વાહનોની અવરજવર બંધ કરવા મોરબી જિલ્લા કલેકટર કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે…

આ જાહેરનામાં અનુસાર તા: ૧૬-૦૩-૨૦૨૪ સુધી સવારના ૮ થી રાત્રિના ૧૦ કલાક સુધી ભારે વાહનો પસાર થવા પ્રતિબંધ ફરમાવેલ છે. જેમાં હવેથી દિવાનપરા અમરસિંહજી બાપુના સ્ટેચ્યુચોકથી માર્કેટ ચોક (પુલ દરવાજા), ભમરીયા કુવા, લક્ષ્મીપરા ચોક ધર્મચોક, જીનપરા ચોક નેશનલ હાઇવે તરફથી વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહીં. રાજકોટ રોડ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ થી ૨૫ વારીયા, લક્ષ્મીપરા ચોક, ધર્મચોક, જીનપરા ચોક નેશનલ હાઇવે તરફથી વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહીં…

જીનપરા ચોક નેશનલ હાઇવેથી સીટી સ્ટેશન રોડ ગ્રીનચોક, મેન બજાર, હરિદાસ રોડ,ચાવડી ચોક, માર્કેટ ચોક (પુ લ દરવાજા), અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ – વાંકાનેર શહેરમાંથી બહાર રાજકોટ તરફ જઈ શકાશે નહીં. જીનપરા ચોક નેશનલ હાઇવેથી ધર્મચોક, લક્ષ્મી પરાચોક, ૨૫ વારિયા, સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ- રાજકોટ તરફ જઈ શકાશે નહીં…

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પીજીવીસીએલના વાહનો, સબ વાહિની, એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર, સ્કૂલ-કોલેજના વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે…

સરકારના હુકમથી આ નિયમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષણ અને પાત્ર બનશે, જેની જાહેર જનતાએ નોંધ લેવાની રહેશે..

વૈકલ્પિક વ્યવસ્થા મુજબ, રાજકોટ શહેર તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડથી દિવાનપરા રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુથી સરકારી હોસ્પિટલ રોડ થઈ રાતીદેવરી-જડેશ્વર રોડ થઈ રાતીદેવરી ગામની ચોકડી થી પંચાસર રોડ થઈ હશનપર બ્રિજથી નેશનલ હાઇવે તરફ આવી જઈ શકાશે. મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે હશનપર બ્રિજથી પંચાસર રોડથી રાતીદેવરી ગામની ચોકડી થી રાતીદેવરી- જડેશ્વર રોડ થી સરકારી હોસ્પિટલ રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી દિવાનપરા રોડ થઈ બસ સ્ટેન્ડ રોડ થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ થી રાજકોટ અમરસર ગામ તરફ આવી જઈ શકાશે…

આ સમાચારને શેર કરો