Placeholder canvas

મોરબી જિલ્લામાં આઠ પીએસઆઇને પોસ્ટિંગ અપાયું

એસ.એમ.મેકવાન વાંકાનેર સીટીમાં મુકાયા

મોરબી : મોરબી જિલ્લામાં અન્ય જિલ્લામાંથી બદલી પામીને આવેલા આઠ પીએસઆઇને અલગ અલગ પોલીસ મથકમાં પોસ્ટિંગ અપાયું છે જે અંતર્ગત પીએસઆઇ વ્યાસને હળવદ, મેકવાનને વાંકાનેર, જાડેજાને એ ડિવિઝન પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા અન્ય જિલ્લામાંથી મોરબી આવેલા અને હાલમાં લીવ રિઝર્વમાં રહેલા આઠ પીએસઆઇને અલગ લેગ પોલીસ મથકમાં નિમણુંક આપવામાં આવી છે જે અંતર્ગત પીએસઆઇ એસ.વી.સામાણીને મોરબી સીટી બી ડિવિઝન, આર.પી.જાડેજાને રીડર બ્રાન્ચ, વાય.પી.વ્યાસને હળવદ, એસ.એમ.મેકવાનને વાંકાનેર સીટી, એચ.વી.સોમૈયાને ટ્રાફિક શાખા, એચ.આર.જાડેજાને સીટી એ ડિવિઝન, ડી.ડી.જોગેલાને મોરબી તાલુકા અને ડી.કે.જાડેજાને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ સોંપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો